રૂ. 4.80 કરોડના ખર્ચે ડેવલપ કરાશે ગોતાના કચરિયું તળાવને

પ્રતિકાત્મક
પ્રતિનિધિ અમદાવાદ, AMC દ્વારા શહેરના ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ગોતા વોર્ડમાં આવેલા એ.બી.ડી. (કચરિયું) તળાવને રૂ. ૪ કરોડ, ૮૦ લાખના ખર્ચે ડેવલપ કરવામાં આવશે. ગીતા વિસ્તારમાં આ તળાવનો પુન: વિકાસ કરીને તેમજ કુદરતી પર્યાવરણલક્ષી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને વૈજ્ઞાનિક ઢબે વિકસાવવાનું નક્કી કરવામાં આવ્યું છે.
આ તળાવની ફરતે વોકિંગ ટ્રેક બનાવાશે. જિમના સાધનો, બાળકો માટે રમતગમતના સાધનો મૂકવામાં આવશે અને લેન્ડસ્કેપિંગ કરવામાં આવશે. આ હેતુસર વોટર સપ્લાય કમિટીમાં દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે.
વોટર સપ્લાય ઍન્ડ સુઅરેજ કમિટી ચેરમેને જણાવ્યું હતું કે, શહેરના પર્યાવરણની જાળવણી કરવા. ગ્લોબલ વોર્મિંગ અને ક્લાયમેન્ટ ચેન્જના પડકારને હળવા કરવાના હેતુસર શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલા તળાવો ડેવલપ કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે ગોતામાં એ.બી.ડી. (કચરિયું) તળાવ તરીકે ઓળખાતા તળાવને ડેવલપ કરવામાં આવશે. ગોતા વોર્ડમાં TP- ૪૨, FP- ૧૦૦ અને ૨૬૧ ગાર્ડન પ્લોટ તળાવને ડેવલપ કરવામાં આવશે.
ગોતામાં આવેલા એ.બી.ડી.કચરિયું તળાવ તરીકે ઓળખાતા તળાવનો એરિયા ૧૧,૦૨૮ ચો.મી.નો વિસ્તાર ધરાવે છે અને ૭૦ મિલિયન લિટર પાણીના સંગ્રહની કેપેસિટી ધરાવે છે. આ તળાવને ડેવલપ કરવાને પરિણામે આબોહવા સ્વચ્છ થશે
અને તળાવની આસપાસના વિસ્તારમાં તાપમાન ઘટશે તેમજ તળાવની સુંદરતા અને રમણીયતા વધશે. આ તળાવનો પુનઃ વિકાસ કરીને આસપાસા લોકોને મનોરંજન અને હરવા ફરવાના સ્થળ તરીકે ડેવલપ કરવામાં આવશે અને તળાવની ફરતે વોકિંગ ટ્રેક બનાવાશે, જિમના સાધનો, બાળકો માટે રમતગમતના સાધનો મૂકવામાં આવશે એ લેન્ડસ્કેપિંગ કરવામાં આવશે.
શહેરના ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ઔડા દ્વારા નિર્મિત સોલા એડીબી અને આંબલી એડીબી વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશનમાં છેલ્લાં કેટલાંક સમયથી અપૂરતા પ્રેશરથી પાણી આવતું હોવાની નાગરિકોની ફરિયાદો એ રજુઆતોને ધ્યાનમાં લઈને હયાત ઈલેક્ટ્રીકલ અને મીકેનિકલ મશીનરી જૂની થઈ ગઈ હોવાથી તેને રૂ. ૨ કરોડ, ૭૦ લાખના કર્ચે બદલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેના પરિણામે સોલા એડીબી અને આંબલી એડીબીના કમાન્ડ એરિયામાં પૂરતા પ્રેસરથી પાણી આવશે.