Western Times News

Gujarati News

નારોલ-ભાઈપુર વો.ડી.સ્ટેશનની ઇલેક્ટ્રિક-મિકેનિકલ મશીનરી બદલવામાં આવશે

પ્રતિકાત્મક

નાગરિકોને પૂરતા પ્રમાણ-પ્રેશરથી પાણી મળશે

(પ્રતિનિધિ)  અમદાવાદ,  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વોટર ઓપરેશન (ઇ. એન્ડ એમ.) ખાતાના  ભાઇપુરા હાટકેશ્વર વોર્ડમાં આવેલ ભાઇપુરા જોગેશ્વરી વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશન તેમજ લાંભા વોર્ડમાં નારોલ હયાત ઇલેકટ્રીકલ-મિકેનીકલ મશીનરીઝ જુની થઇ હોઇ તેને બદલવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે. જેના કારણે પૂરતા પ્રેશરથી પાણી સપ્લાય થઈ શકશે

મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમીટી ચેરમેન દેવાંગ દાણી અને વોટર કમીટી ચેરમેન દિલીપ બગરિયા ના જણાવ્યા મુજબ પુર્વ ઝોન વિસ્તારના ભાઇપુરા હાટકેશ્વર વોર્ડમાં આવેલ ભાઇપુરા જોગેશ્વરી વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશન મારફતે હાટકેશ્વર થી સતાધાર રોડ, જોગેશ્વરી સોસાયટી, વિશાલપાર્ક, શ્રીનાથ પાર્ક, કૈલાસધામ, જાગ્રુતિ સોસાયટી, નીતા પાર્ક, સરિતા, કર્ણાવતી,

અંબિકનગર વિભાગ ૧/૨, ભગવતીનગર, ગંગાનગર, આસોપાલવનગર, વિમલનગર, નહેરુ નગર,સુર્યનગર, ગોપાલનગર, મહાત્માસિંહની ચાલી, મહાવીરનગર વિગેરે વિસ્તારોમાં પીવાના પાણીનો પુરવઠો પુરો પાડવામાં આવે છે. આ પમ્પીંગ સ્ટેશનની ઇલેકટ્રીકલ-મિકેનીકલ મશીનરીઝ

આશરે ૧૫ વર્ષથી વધુ જુની હોઇ તેની જગ્યાએ નવી એનર્જી એફીસીયન્ટ ઇલેકટ્રીકલ-મિકેનીક્લ મશીનરીઝ ઇન્સ્ટોલ કરવાની કામગીરી કરવાના કારણે સદર પમ્પીંગ સ્ટેશનેથી સપ્લાય થતો પીવાના પાણીનો પુરવઠો પુરતાં પ્રમાણમાં અને પ્રેશર થી આપી શકાશે તેમજ એનર્જી બચત પણ થશે.

  આ ઉપરાંત, દક્ષિણ ઝોન વિસ્તારના નારોલ વોર્ડમાં આવેલ નારોલ ગામ વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશન મારફતે નારોલ ગામતળના ચૂંનારા વાસ, રોહિત વાસ, ભીલવાસ, વણઝારા વાસ અને તેમજ ગોકુલ ધામ સોસાયટી, કૃષ્ણ ધામ સોસાયટી, ધરતી સોસાયટી અને સજન ટેનામેન્ટ વિસ્તારોમાં પીવાના પાણીનો પુરવઠો પૂરો પાડવામાં આવે છે.

આ પમ્પિંગ સ્ટેશનની ઇલેક્ટ્રિકલ મિકેનિકલ મશીનરીઝ વર્ષો જૂની હોઈ તેની કાર્યક્ષમતા ઘટી ગયેલ હોઈ, નવી એનર્જી એફીસીયન્ટ ઇલેક્ટ્રિકલ-મિકેનિકલ મશીનરીઝ ઇન્સ્ટોલ કરવાની કામગીરી કરવાના કારણે આ પમ્પિંગ સ્ટેશનેથી સપ્લાય થતા પીવાના પાણીનો પુરવઠો પૂરતા પ્રમાણમાં અને પ્રેશરથી આપી શકાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.