Western Times News

Gujarati News

તમામ જિલ્લાના કલેકટરને એલર્ટ રહેવાની મુખ્યમંત્રીની સૂચના

અમદાવાદ, ગુજરાતભરમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. ત્યારે રાજ્યભરમાં વરસાદની સ્થિતિ અંગે ઝ્રસ્એ માહિતી મેળવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્ટેટ ઈમરજન્સી કંટ્રોલરૂમની મુલાકાત લીધી છે. રાજ્યમાં વરસાદની પરિસ્થિતિ અંગે તાગ મેળવ્યો છે.

સુરેન્દ્રનગર, પાટણ, અરવલ્લી, મહેસાણાના કલેક્ટર સાથે કરી ટેલીફોનિક વાતચીત કરી સ્થિતિ અંગે માહિતી મેળવી છે. બનાસકાંઠા, સાબરકાંઠા અને ખેડાના કલેકટર સાથે ટેલીફોનિક વાતચીત કરી છે. આ ઉપરાંત તમામ જિલ્લાના કલેકટરને એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે.

બીજી તરફ અમદાવાદમાં આજે સવારે પણ ધોધમાર વરસાદને પગલે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદને પગલે પૂર્વના અનેક વિસ્તારો પાણી-પાણી થઈ ગયા. અને લોકો હાલાકીમાં મુકાયા. નારોલમાં નેશનલ હાઈવે-૮ પર પાણી ફરી વળ્યા હતા.

આ શાહવાડી ગામ પાણીમાં ગરક થયું હતું. જશોદાનગર, હાટકેશ્વર, ખોખરા વિસ્તારમાં પણ વરસાદી જમાવટને પગલે નીચાણવાળા વિસ્તારો જળમગ્ન થયા. બીઆરટીએસ રૂટમાં ૧ થી ૨ ફૂટ પાણી ફરી વળ્યા હતા. વસ્ત્રાલમાં વરસાદી પાણીને લીધે લોકો મુશ્કેલીમાં મુકાયા હતા અને વાહન ચાલકોના વાહનો ખોટકાયા હતા. સામાન્ય વરસાદમાં મહાનગરમાં જળબંબાકારની સ્થિતિને પગલે એએમસીની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.