બાવળામાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં વરસાદી પાણી ભરાયા

અમદાવાદ, અમદાવાદ જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે. ભારે વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાયા છે. અમદાવાદના બાવળામાં વરસાદી કહેર જોવા મળ્યો છે. સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં પાણી ભરાયા છે.
ટાવર ચોકથી આર.કે.સર્કલ પાણી પાણી થયા છે. સંત આશ્રમ વિસ્તારમાં પણ ભરાયા પાણી છે. અમદાવાદ શહેરમાં વરસાદે તારાજી સર્જી છે. શહેર જાણે બેટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. મેઘરાજાએ અમદાવાદના પૂર્વ વિસ્તારને ઘમરોળ્યું છે. અમદાવાદ શહેરમાં ભારે વરસાદથી લોકોને હાલાકી ભોગવી રહ્યા છે. દાણીલીમડા વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાયા છે.
વાહન વ્યવહાર ઠપ થઇ જતા લોકોએ મદદ કરી છે. અમદાવાદના બાકરોલમાં વરસાદી પાણી ભરાયા છે. રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી છે. ગામમાં જ્યા જુઓ ત્યા પાણી જ પાણી જોવા મળ્યું છે. મહાદેવ મંદિર જતા ભક્તો મુશ્કેલીમાં મુકાયા છે. પાણી ભરાતા ગામમાં અવર જવર કરવામાં મુશ્કેલી પડી રહી છે.