ધાર્મિક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યુ ગોધરા સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે

(પ્રતિનિધિ) ગોધરા, સનાતન હિન્દુ ધર્મના ભક્તોને સનાતન શાસ્ત્રોનું આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરી જીવનમાં ઉતારે તે હેતુ સર શ્રી સ્વામિનારાયણ વડતાલ ગાદી દ્વારા પરીક્ષાનું આયોજન આજરોજ તા ૨૭ જુલાઈના રોજ સવારે કરવામાં આવ્યું હતું.જેમાં ગોધરા ખાતે નાના બાળકો.યુવાનો, યુવતીઓ, ભાઈઓ તથા બેહનો સહિત ૨૦૫ જેટલા હરિભક્તોએ ધાર્મિક પરીક્ષા આપી હતી.
જેમાં ગુજરાત તેમજ મહારાષ્ટ્રના ૧૦૫ થી વધુ ગામડાઓ તથા શહેરોના ભક્તો કે જેમાં ૫ વર્ષના બાળકો થી ૮૦ વર્ષના હરિભક્તો ઉતસાહથી જોડાયા હતા. કુલ ૩૭૦૦ જેટલા હરિભક્તો, જેમાં ૨૨૨૫ થી વધુ બેહનો, ૧૪૭૫ થી વધુ ભાઈયો જે ૧૦૫ થી વધુ સેન્ટરથી પરીક્ષા આપી હતી.સત્સંગ જ્ઞાન પરીક્ષાનો મળ્ હેતુ એ છે કે વિશેષ કરીને બાળકો માટે સત્સંગનું જ્ઞાન કેળવવા માટે તથા હિન્દુ સનાતન ધર્મના શાસ્ત્રોનું જ્ઞાન મજબૂત થાય
એ માટે નૃગેન્દ્રપ્રસાદ મહારાજના સંપૂર્ણ નિશ્રામાં અખિલ ભારતીય દક્ષીણ વિભાગ શ્રી લક્ષ્મીનારાયણ દેવ યુવક મડળના યુવાનોએ અભ્યાસ ક્રમ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના જે વિશેષ નિયમો છે એને ઉપલક્ષષમાં લઈને ભગવાન શ્રી સ્વામિનારાયણ દ્વારા માન્ય કરેલા શાસ્ત્રો જેમ કે – શિક્ષાપત્રી, વચનામતૃ સત્સંગીજીવન વગેરેને મધ્યમાં રાખીને પરીક્ષાની શ્રેણી બેઝિક, લેવલ – ૧ અને લેવલ – ૨ પ્રમાણેના તૈયારી કરી હતી.
પ્રશ્નોના ઉત્તર આધુનિક પદ્ધતિ પ્રમાણે ઓપ્શન રૂપી રાખવામાં આવયા હતા કે જેથી કરીને બાળકો અને વડીલોને ઉત્તર દેવામાં સહજતા રહે.આ સત્સંગજ્ઞાન પરીક્ષમાં સમગ્ર ગજુરાત રાજ્ય માંથી વડતાલ, વડોદરા, આણંદ, નડિયાદ, ખેડા, ગોધરા, સૂરત, જૂનાગઢ, નવસારી, બીલીમોરા, અંકલેશ્વર, ભાવનગર, ભરૂચ, રાજકોટ,
અહેમદાબાદ, કાલોલ,માણાવદર, વેરાવળ, સાસણ, તાલાલા, કેશોદ, કોડીનાર, મપપરલા, ઉના મવગેરે શહરીથી અને મહારાષ્ટના રાજ્યોના મુંબઈ શહેરેના પરામવિસ્તાર જેમાં મલાડ, કારાંદવલી, બોરીવલી, દરહસર, મીસરોડ, ડોમમ્બીવલી, ખારઘર, કલ્યાણ, પૂના વગરે શહરોથી હરિભક્તોએ ઉત્સાહ દેખાડ્યો હતો.