Western Times News

Gujarati News

ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર: ખેડા જિલ્લામાં રાજ્યનો સૌથી વધુ સરેરાશ ૬ ઇંચથી વધુ વરસાદ

પ્રતિકાત્મક

છેલ્લા ૨૪ કલાક દરમિયાન ખેડાના નડિયાદ તાલુકામાં  રાજ્યનો સૌથી વધુ ૧૦.૫ ઇંચ જેટલો વરસાદ નોંધાયો

રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૬૧ ટકાથી વધુ; સૌથી વધુ ઉત્તર ગુજરાતમાં સીઝનનો ૬૫ ટકા વરસાદ વરસ્યો

ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન સાર્વત્રિક મેઘમહેર થઇ છે. ખાસ કરીને મધ્ય ગુજરાતમાં શ્રીકાર વરસાદ નોંધાયો છે. છેલ્લાં ૨૪ કલાક દરમિયાન ખેડા જિલ્લામાં રાજ્યનો સૌથી વધુ સરેરાશ ૬ ઇંચ કરતા પણ વધારે વરસાદ નોંધાયો છે. જેમાં નડિયાદ તાલુકામાં રાજ્યનો સૌથી વધુ ૧૦.૫ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત અમદાવાદના દસ્ક્રોઈ તાલુકામાં પણ ગત ૨૪ કલાકમાં ૧૦ ઇંચ કરતા વધુ વરસાદ
નોંધાયો છે. 

તાલુકાની વાત કરીએ તોગત ૨૪ કલાકમાં ખેડાના મહેમદાબાદ તાલુકામાં ૯ ઈંચથી વધુમાતર તાલુકામાં ૮ ઈંચથી વધુમહુધા તાલુકામાં ૭ ઈંચથી વધુવાસો તાલુકામાં 6 ઈંચથી વધુ તેમજ કઠલાલ તાલુકમાં અને આણંદના ઉમરેઠ તાલુકામાં ૫ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. તદુપરાંતખેડા તાલુકામાં તથા અમદાવાદના સાણંદબાવળા અને ધોળકા તાલુકામાં પણ ૪ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.   

વધુમાંખેડાના ગળતેશ્વર અને ઠાસરાડાંગના વઘઈ અને સુબીરઆણંદના બોરસદ અને આણંદઅરવલ્લીના ભિલોડાબનાસકાંઠાના ભાભરપંચમહાલના જાંબુઘોડાછોટાઉદેપુરના બોડેલીવડોદરાના દેસર તેમજ પાટણ જિલ્લાના પાટણ તાલુકામાં પણ છેલ્લા ૨૪ કલાકમાં ૩-૩ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત રાજ્યના ૧૪ તાલુકામાં ૨ ઈંચથી વધુ૪૮ તાલુકામાં ૧ ઈંચથી વધુ જ્યારે૧૧૨ તાલુકામાં ૧ ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે. આમરાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૩૧ જિલ્લાના ૧૯૮ તાલુકામાં સરેરાસ એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કેસ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગરના અહેવાલ મુજબ આજે તા. ૨૮ જુલાઈ૨૦૨૫ના રોજ સવારે ૬.૦૦ કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૬૧ ટકાથી વધુ નોંધાયો છે. જેમાં ઉત્તર ગુજરાત ઝોનમાં સૌથી વધુ ૬૫ ટકાકચ્છ ઝોનમાં ૬૪ ટકાથી વધુદક્ષિણ ગુજરાત ઝોનમાં ૬૩ ટકાથી વધુમધ્ય-પૂર્વ ગુજરાત ઝોનમાં ૬૨ ટકા તેમજ સૌરાષ્ટ્ર ઝોનમાં સૌથી ઓછો ૫૫ ટકા જેટલો વરસાદ નોંધાયો છે. 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.