૩૯૦ કરોડનું એમડી ડ્રગ્સ ઝડપાયું મુંબઈની ખાનગી ફેક્ટરીમાંથી

ડ્રગ્સના આ કારોબારમાં સલીમ ઇમ્તિયાઝ શેખ ઉર્ફે સલીમ લંગડાની ૨૫ જુલાઈના રોજ ધરપકડ કરાઈ હતી
(એજન્સી)મુંબઈ, મુંબઈના સાકીનાકા પોલીસ સ્ટેશનના એન્ટી નાર્કોટિક્સ સેલ દ્વારા ડ્રગ્સની હેરાફેરી મામલે મોટી સફળતા મળી છે. કર્ણાટકના મૈસુર શહેરમાં એક ગુપ્ત મેફેડ્રોન ઉત્પાદન ફેક્ટરીનો પર્દાફાશ કરતાં ૧૯૨.૫૩ કિલો ડ્રગ્સ જપ્ત કર્યું છે.
આ ડ્રગ્સની અંદાજિત આંતરરાષ્ટ્રીય બજાર કિંમત આશરે ૩૯૦ કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આ કાર્યવાહીમાં પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે. ૨૪ એપ્રિલ ૨૦૨૫ ના રોજ ડ્રગ્સ વેચવા આવેલા એક વ્યક્તિ સામે સાકીનાકા પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.
પ્રાથમિક તપાસમાં પાલઘરના કમાન ગામમાંથી ૪.૦૫૩ કિલો એમડી અને ડ્રગ્સ બનાવવા માટેના સાધનો જપ્ત કરવામાં આવ્યા હતા. જેની અંદાજિત બજાર કિંમત ૮.૦૪ કરોડ રૂપિયા અંદાજવામાં આવી હતી. આ કેસમાં અગાઉ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.
ડ્રગ્સના આ કારોબારમાં સલીમ ઇમ્તિયાઝ શેખ ઉર્ફે સલીમ લંગડાની ૨૫ જુલાઈના રોજ ધરપકડ કરાઈ હતી. સલીમે પૂછપરછ દરમિયાન ખુલાસો કર્યો કે તે કર્ણાટકના મૈસુરથી એમડી ડ્રગ ખરીદતો હતો.
Mumbai Police’s Sakinaka unit has busted a major drug manufacturing unit operating covertly behind a tea stall and garage on the outskirts of Mysuru, Karnataka. The police raided the factory and seized 192 kg of Mephedrone (MD), with an estimated international market value of approximately Rs 390 crore. The Sakinaka police stumbled upon this massive racket after detaining a suspect. The bust highlights the elaborate methods used by illicit drug operations to evade detection.