ગુજરાત બાર કાઉન્સિલના સભ્યોએ મુખ્યમંત્રીને મળી રજૂઆત કરતા વકીલોના પ્રશ્નો ઉકેલવાની આશા બંધાઈ !!

ગુજરાતના સમગ્ર વકીલ આલમના પ્રાણ પ્રશ્નોના આર્તનાદ અંગે ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન જે. જે. પટેલના નેતૃત્વ હેઠળ બાર કાઉન્સિલના સભ્યો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને મળી રજૂઆત કરતા વકીલોના પ્રશ્નો ઉકેલવાની આશા બંધાઈ !!
વકીલોના અનેક પ્રશ્નો છે, નોટરીઓના નિમણૂંકના પ્રશ્નો છે, મહિલા વકીલોની બેઠક વ્યવસ્થા અને પોલીસ સાથેના પ્રશ્નો છે તમામ પ્રશ્નોને જીલ્લા કક્ષાએ બેઠકો કરી ઉકેલાશે !!
અમેરિકાના પ્રમુખ જયોર્જ વોશિંગ્ટને કહ્યું છે કે, “ન્યાયનું વહાણ એ સરકારનો મજબુત આધારસ્થંભ છે”!! જયારે અમેરિકાના કાયદાશાસ્ત્રી અને અમેરિકાના ૧૪ માં ન્યાયાધીશ અર્લવોરન કહે છે કે, “સભ્ય સમાજમાં કાયદો નૈતિકતાના સાગરમાં તરતો હોય છે”!! કાયદાનું સમાન રક્ષણ અને માનવ અધિકારોનું રક્ષણ એ લોકશાહી સરકારની પારાશીશી છે !
Photo caption :
Chief Minister Shri Bhupendrabhai Patel presented a cheque of ₹5 crore for the welfare fund of the state’s lawyers and advocates as per the provisions of the Gujarat Budget for the year 2025-26 to the President of the Bar Council of Gujarat in the presence of Law Minister Shri Hrishikeshbhai Patel. It is worth mentioning here that, in order to maintain the well-being of lawyers and advocates, who are an integral part of the judiciary, and to ensure timely financial support to their families in case of serious illness or death, the state government makes a special provision in the budget every year to allocate ₹5 crore for the welfare of lawyers.
તસ્વીર ગુજરાત બાર કાઉન્સિલના નેતૃત્વ હેઠળ શ્રી જે. જે. પટેલે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી સાથે રજૂઆત કરી તેની બોલતી તસ્વીર છે ! ગુજરાત સરકારે શ્રી જે. જે. પટેલના નેતૃત્વ હેઠળ બાર કાઉન્સિલના સભ્ય શ્રી દિપેનભાઈ દવે, શ્રી ભરતભાઈ ભગત સહિત અનેક સભ્યો મળ્યા હતાં અને વિવિધ જીલ્લાના વકીલોના પ્રશ્નો બારના હોદ્દેદારોને સાથે રાખી ઉકેલાશે તેવી ખાતરી આપી હતી !! (તસ્વીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા માનદ્દ મદદનીશ પત્રકાર ગઝાલા શેખ દ્વારા )
પરંતુ જયારે સરકારો સરકારી અધિકારીઓને પોતાનો રાજકીય ઉલ્લુ સીધો કરવા બેફામ વર્તવા દે છે અથવા સરકારી અધિકારીઓ શું કરી રહ્યા છે તેના પરથી નજર હટાવી દે છે ત્યારે દેશમાં કાયદાનું અને બંધારણીય મૂલ્યોના શાસનનો મૃત્યું ઘંટ વાગે છે ! આવા “મૃત્યું ઘંટ” વાગતો અટકાવવા અને લોકશાહી અને ન્યાય પ્રણાલીમાં વકીલોને પોતાના અસીલોનો બચાવ કરવાનો અને કાનૂની સલાહ આપવાનો મૂળભૂત અધિકાર છે !
એડવોકેટ એકટમાં પણ આવી જોગવાઈ છે ત્યારે ગુજરાતના એક વકીલને ઈ.ડી.ના અધિકારીઓએ સલાહ આપવા બદલ સમન્સ અપી બોલાવતા, અને કેટલાક અન્ય રાજયોના વકીલોને પણ પરેશાન કરતા આખરે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન શ્રી જે. જે. પટેલે ગુજરાતના વકીલોનો આર્તનાદ રજૂ કરવા ગુજરાત રાજયના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સમક્ષ બાર કાઉન્સિલના અન્ય સભ્યો સાથે રજૂઆત કરી હતી ! એટલું જ નહીં વિવિધ જીલ્લાઓના અધિકારીઓ સાથે પણ મેરેથોન બેઠકો યોજીને બાર કાઉÂન્સલે મહત્વપૂર્ણ ભૂમિકા પ્રદાન કરી છે !!
ગુજરાત પ્રદેશ ભા.જ.પ. લીગલ સેલના પ્રદેશ કન્વીનર અને ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન શ્રી જે. જે. પટેલે વકીલોના પ્રશ્ને વાચા આપવા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના નેતૃત્વ હેઠળ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અન્ય જીલ્લાઓના અધિકારીઓ સમક્ષ રજૂઆત કરી !!
સ્વામી રામતિર્થે કહ્યું છે કે, “નિષ્કામ કર્મ એ પરમેશ્વરને ઋણી બનાવે છે અને પરમેશ્વર તેને વ્યાજ સહિત પાછું આપવા અધીરા બની જાય છે”! આ વિચાર આધારિત વકીલો માટે ઘણાં સમયથી નિષ્કામ કરતા બાર કાઉન્સિલના ચેરમેન શ્રી જે. જે. પટેલના ધ્યાનમાં આવ્યું કે, કેટલાક પોલીસ અધિકારીઓ વકીલોને પરેશાન કરે છે !
ગુજરાતમાં નોટરીની પ્રક્રીયા પૂર્ણ કરવાની બાકી છે ! મહિલા વકીલો માટેની બેઠક વ્યવસ્થા સહિતના અન્ય પ્રશ્નો અને સમગ્ર વકીલ આલમના પ્રશ્નોને વાચા આપવા ગુજરાત રાજયના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે મિટીંગ કરતા તેના ઉકેલની ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ ખાતરી આપી હતી ! આ ઉપરાંત શ્રી જે. જે. પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત બાર કાઉન્સિલના સભ્યોએ ગુજરાત રાજયના ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાથે મુલાકાત કરી વકીલોના પ્રશ્ને ધારદાર રજૂઆત કરી હતી એટલું જ નહીં જીલ્લા કક્ષાના વકીલોની સમસ્યા ઉકેલવા પણ રજૂઆત કરાઈ હતી !!
આ બેઠકની ફલશ્રૃતિ એ રહી કે આગામી દિવસોમાં ગૃહમંત્રીશ્રી દરેક જીલ્લાઓના તેઓના પ્રવાસ દરમ્યાન બાર કાઉન્સિલના પ્રતિનિધિઓ, બાર એસોસીએશનના હોદ્દેદારો તથા સબંધિત જીલ્લાના રેન્જ આઈ.જી. પોલીસ, સુપ્રિન્ટેન્ડેન્ટ અને જેલ અધિક્ષકને સાથે રાખી જીલ્લા કક્ષાના પ્રશ્નોનું નિરાકરણ ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ વકીલ આલમના પ્રશ્નો ઉકેલતા ખાતરી આપી હતી ! આ જ રીતે વિવિધ જીલ્લાઓના પ્રશ્નો પ્રત્યક્ષ રીતે મળી ઉકેલશે અને આ અંગે તારીખો પણ નકકી થઈ ગઈ છે !
ગુજરાતના કાયદામંત્રી શ્રી ઋષિકેશભાઈએ ૨૮ કરોડ રૂપિયા જેટલી માતબર રકમ ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન શ્રી જે. જે. પટેલના વિધેયાત્મક પ્રયાસોથી ફાળવેલ છે ! જે અત્રે નોંધનીયછે ! આ રીતે ગુજરાત બાર કાઉન્સિલના શ્રી જે. જે. પટેલના માર્ગદર્શન હેઠળ વકીલોના વ્યાપક હિતમાં જીલ્લા કક્ષાએ વકીલ મંડળોના હોદ્દેદારોને સાથે રાખી મેરેથોન મિટીંગનો દોર વકીલોના હિતમાં આરંભતા ગુજરાત ભરના વકીલોએ આ રણનિતિને આવકારીને સહાયરૂપ થવાની ખાતરી આપી હોવાનું આધારભૂત વર્તુળો દ્વારા જાણવા મળેલ છે !!