Western Times News

Gujarati News

મેગાસીટી અમદાવાદમાં પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ જરૂરી

શહેરને મેગાસિટી બનાવી હશે તો ડ્રેનેજ લાઈનમાં સુધારો આવશ્યક, જુના અધિકારીઓની સેવાઓનો લાભ લેવો જોઈએ

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં નૈઋત્યના ચોમાસાએ ભારે જમાવટ કરી છે રવિવારે મેઘરાજાએ અમદાવાદમાં તરખાટ મચાવ્યો હતો ભારે વરસાદને કારણે કાયમના ધોરણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા આકાર લીધી હતી. પ્રતિ વર્ષ જ્યારે જ્યારે ચોમાસાની સિઝન આવે છે ત્યારે અમુક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે તેના નિકાલ માટે વહીવટી તંત્ર તરફથી કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે છતાં પાણીનો નિકાલ થતો નથી

તે પણ હકીકત છે કલાક બે કલાકમાં પાણી ઓસરી જાય તો તે વ્યાજબી વસ્તુ છે પરંતુ અમુક વિસ્તારોમાં તો સાંજ સુધી પાણી નહીં ઉતર્યા હોવાનું ધ્યાન ઉપર આવ્યું હતું. આ વિસ્તારો માં કાયમી સમસ્યા છે અને તેના ઉકેલ માટે કાયમી રસ્તો નીકળવો ખૂબ જ જરૂરી છે સામાન્ય વ્યક્તિને ગટર પાણી લાઈટ રસ્તા ટ્રાન્સપોર્ટેશન જેવી સામાન્ય વ્યવસ્થા ની જરૂર હોય છે તેમને ફોરેન જેવા રસ્તા નહીં મળે તો ચાલશે પરંતુ ભર ચોમાસામાં ભુવા અને ખાડા પડી જાય તેવા માર્ગ નથી જોઈતા

સામાન્ય માણસ ચાલતા પોતાનો વાહન લઇ ગંતવ્ય સ્થાને સહી સલામત પહોંચે તેવી સુવિધા જ સામાન્ય નાગરિક માંગી રહ્યો છે પરંતુ આ સુવિધા આપવામાં જાણે કે વહીવટી તંત્ર ઉણું ઉતરી રહ્યું હોય તેવા દ્રશ્યો રવિવારે સર્જાયા હતા વહીવટી તંત્ર તેની ફરજ અચૂક બજાવે છે તેવા દાવા તેમના તરફથી થાય છે પરંતુ કચાસ ક્યાં રહી જાય છે તેનું મનોમંથન સૌ કોઈએ કરવું પડશે.

અમદાવાદને મેગા સીટી બનાવી હોય તો ડ્રેનેજ વ્યવસ્થા મજબૂત બનાવી પડશે પાણી કેમ ભરાઈ જાય છે તેનો અવલોકન કરતા નજરે પડે છે કે પ્રિમોન્સૂન કામગીરી પહેલા તો યોગ્ય રીતે થાય છે કે કેમ તે જોવાનું કામ ફિલ્ડ વર્કના અધિકારીઓનું છે તમામ કેચપીટોની પૂર્ણ રીતે સફાઈ થાય છે કે કેમ તેનું અવલોકન અગર તો નિરીક્ષણ સત્તાધીશોના વહીવટી અધિકારીઓએ જોવાનો રહે છે પરંતુ આ કામગીરીમાં ક્યાંક ઉપેક્ષા પૂર્ણ અથવા તો બેદરકારી દાખવવામાં આવતી હોય તેવું જણાઈ રહ્યું છે

વહીવટી તંત્રમાં ખાઈકીના આક્ષેપો થાય છે તો શું આ આક્ષેપો સત્ય છે તેની પણ તપાસ ઉચ્ચ અધિકારીઓએ કેબિન છોડીને કરવી પડશે બીજી તરફ અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારમાં જે ખરાબાની ઢોરઢાખરો માટેની અથવા તો બિન ઉપજાવ જમીન હતી તે જમીનો બિલ્ડરોએ એકવાયર કરીને તેમાં પોતાની રહેણાંક અગર તો ઓફિસિયલ સ્કીમો મુકી દીધી છે એટલે કે ગામ કે સોસાયટી નું પાણી જે આ ખરાબાની જમીન કે ખુલ્લી જમીનમાં જતું હતું

તે બધું પાણી હવે બ્લોક થઈ ને એક જગ્યાએ એકત્રિત થઈ રહ્યું છે અને આ તમામ જગ્યાઓ પર લગભગ રહેણા કની સ્કીમો હોય તેવું ધ્યાન પર આવ્યું છે ઉદાહરણ તરીકે વેજલપુર નું એક જાણીતા બિલ્ડરની જે સ્કીમ છે ત્યાં પ્રતિ વર્ષ પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે આ જગ્યા ખરાબાની અથવા તો ખુલ્લી જગ્યા હતી જ્યાં સ્કીમ આવવાથી પાણી ભરાતું હોવાનું ધ્યાન પર આવ્યું છે

અલબત્ત વહીવટી તંત્ર તરફથી સ્ટ્રોંગ વોટર ડ્રેનેજ સિસ્ટમ ના અમલ પછી તેની અસર કેટલાક સ્થળો ઉપર જોવા મળી રહી છે પરંતુ ઓવર ઓલ જ્યાં નીચાણ વાળા વિસ્તારો છે ત્યાં આ સમસ્યા વર્ષોથી જોવા મળી રહેશે બીજી તરફ જે નવા વિસ્તારો ડેવલોપ થયા છે ત્યાં પણ આ એટલે કે પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ રહી છે કેટલાક તજજ્ઞોનું એવું માનવું છે કે ડ્રેનેજની પાણીની કાલની કેપેસિટી ખૂબ જ ઓછી છે માત્ર બે ત્રણ ઇંચ વરસાદમાં છે એ કેપેસિટી પાણી વહન કરી શકતું નથી

અને જેને કારણે પાણીબેક મારે છે અગર તો તેનો ઝડપથી નિકાલ થતો નથી જોકે તેની સામે અંકુર નારણપુરા જેવા વિસ્તારોમાં મજબૂત ડ્રેને સિસ્ટમને કારણે માત્ર કલાક બે કલાકમાં પાણી ખૂબ જ સરળતાથી ઓસરી જાય છે બીજી તરફ જ્યારે પણ વરસાદ પડે છે ત્યારે વહીવટી તંત્રના કર્મચારીઓ ડ્રેનેજ ની ગટરો ના ઢાંકણા ખોલી નાખતા હોય છે

પરંતુ પાછલા કેટલાક વર્ષોથી આ ચિત્ર જોવા મળતું નથી જેને કારણે પુષ્કર પાણી ભરાઈ જાય પછી વહીવટ તંત્ર દોડતું થાય છે હવામાન વિભાગ ખૂબ જ એડવાન્સ માહિતી આપતો હોય છે ત્યારે આ માહિતીનો લાભ લઈને વહીવટી તંત્ર જો અગાઉથી આયોજન કરે તો સમસ્યા કેટલીક અંશે ઓછી થાય તેમ છે તેની સાથે જ પબ્લિક ટ્રાન્સપોર્ટેશન માટે જ્યારથી લાલ બસો સીએનજી થઈ છે ત્યારથી જ પાણીમાં ખૂબ જ ઝડપથી ફસાઈ જાય છે અથવા નીકળી શકતી નથી

રવિવારે પણ અમદાવાદ શહેરમાં આ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા મણિનગર વિસ્તારમાં લાલ બસ અને બીઆરટીએસ બસ ના અમુક રૂટ બંધ કરાયા હતા જોકે પાછળથી પાણીઓસરતા બસ પુનઃ દોડતી થઈ હતી અહીંયા કહેવાનો મતલબ એ છે કે પાણી કેમ ભરાય છે એના ઉકેલની જગ્યાએ આક્ષેપો પ્રત્યાક્ષેપો શરૂ થઈ જાય છે જેની જગ્યાએ પાણી નિકાલ માટે અગાઉના વર્ષોમાં જે અધિકારીઓ દ્વારા સેવા આપવામાં આવી હતી તેમના અનુભવનો લાભ જો કોર્પોરેશન લે તો તેમાં
સુધારાનો અવકાશ રહેલો છે સમસ્યા સર્જાય છે પરંતુ તેના ઉકેલ તરફ કોઈપણ માર્ગ વિચારવામાં આવતો નથી અને છેવટે તો પ્રજાને જ હેરાન થવાનો વારો આવે છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.