વકીલો જાગૃત બને, વિશાળ દ્રષ્ટિકોણ કેળવે એવી બુધ્ધિજીવી સમાજને આશા છે !!

ન્યાયધર્મનું પતન, રાજધર્મનું પતન અને ધર્મશાસ્ત્રો આધારિત સનાતન ધર્મના પતન અંગે જગદ્દગુરૂ શંકરાચાર્યાેની ચિંતા વાસ્તવિકતા છે, પરંતુ ભારતની સુપ્રિમ કોર્ટના ન્યાયધર્મને લીધે જ દેશ ટકી રહ્યો છે એવું નથી લાગતું ?!
તસ્વીર ડાબી બાજુથી શ્રીમદ્દ ભાગવદ્દ ગીતા દ્વારા અર્જુનને ન્યાયધર્મનો ઉપદેશ આપતા શ્રી ક્રિશ્નની છે ! શ્રી ક્રિશ્ને અર્જુનને વારંવાર કર્તવ્ય ધર્મનું પાલન કરવા કહ્યું ! અને પ્રત્યેક કર્તવ્ય એ ન્યાય, નિતિ અને ફરજ સાથે સંકળાયેલાની વાત મુકે છે ! આજે સાંપ્રદાયિક ધર્માેમાં અનેક જગ્યાએ અનૈતિકતા ! જીવમાત્ર પ્રત્યે દયાહિનતા, અમાનવીયતા, દંભ અને ધર્મનું રાજકીયકરણ, ધર્મને વ્યવસાયિક ઓપ અપાયો છે
! માટે તો આજના યુવાનોમાં ભૌતિકવાદ ! દેખાદેખી અને ગુન્હાહીત માનસિકતા વિકસતી જાય છે ! ત્યારે ચારે દિશાના ચારે શંકરાચાર્યાેએ રાજનિતિથી દુર રહીને લોકોને જાગૃત કરવા જોઈએ ! ધર્મ એ ચૂંટણી જીતવા માટેનું સાધન ન હોવું જોઈએ ! ધર્મ સરકારી રાજનિતિનું સાધન ન હોવું જોઈએ ! અને ના તો તેનું વ્યવસાયીકરણ હોવું જોઈએ !
ત્યારે “રાજધર્મ” માં કર્તવ્ય અને લોકશાહીમાં જોવા મળી શકે બાકીનો દેશ ધર્મવાદ, ભાષાવાદ, સાંપ્રદાયિક જુથોમાં વહેંચાઈ રહ્યો છે અને દેશની અખંડિતતા, બંધારણવાદની ભાવના નષ્ટ થઈ રહી છે ! બીજી તસ્વીર ભારતની સુપ્રિમ કોર્ટનીછે ! એ જ આજે મોટાભાગે બંધારણીય મૂલ્યો, રાજધર્મ અને માનવધર્મની રખેવાળી કરે છે ! બાકી તો બધું રાજકીય ગ્રહણમાં હોમાઈ રહ્યું છે ! જે દિવસે ન્યાયતંત્રનો ન્યાયધર્મ ખતરામાં આવી જશે ત્યારે પૃથ્વી પરથી ધર્મ ખલાસ થઈ જશે ! વકીલો જાગૃત બને, વિશાળ દ્રષ્ટિકોણ કેળવે એવી બુધ્ધિજીવી સમાજને આશા છે !! (તસ્વીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા માનદ્દ મદદનીશ પત્રકાર ગઝાલા શેખ દ્વારા )
જગદ્દગુરૂ સ્વામી અવિમુક્તેશ્વરાનંદજી ! જગદ્દગુરૂ નિશ્ચલાનંદ સરસ્વતીજી, જગદ્દગુરૂ સ્વામી સદાનંદ સરસ્વતીજીએ અભિવ્યકત કરેલા વિચારો જ સનાતન ધર્મનો પાયો છે !!
અમેરિકાના પ્રમુખ અબ્રાહમ લિંકને કહ્યું છે કે, “હું સારૂં કાર્ય કરૂં ત્યારે મને સારૂ લાગે, અને ખરાબ કૃત્ય કરૂં ત્યારે મને ખરાબ લાગણી અનુભવાય એ જ મારો “ધર્મ” છે” !! જયારે નેપોલિયન બોનાપાર્ટે કહ્યું છે કે, “જો મારે ધર્મની પસંદગી કરવાની થાય તો હું સૂર્યને પસંદ કરૂં જે સમસ્ત વિશ્વને જીવન અર્પે છે”!! દરેકને પોતાનો સાંપ્રદાયિક ધર્મ સાચો લાગે છે, નિતિ અને ન્યાયનો મૃત્યુઘંટ વાગી રહ્યો છે ! “રાજધર્મ” ને ઉધઈ લાગી ગઈ છે ?! ત્યારે દેશમાં સનાતન ધર્મના રખેવાળો એવા જગદગુરૂ શંકરાચાર્યાેની ચિંતા વધે એ સ્વાભાવિક છે !
જયોર્તિમઠના જગદ્દગુરૂ શંકરાચાર્ય સ્વામિ અવિમુકતેશ્વરાનંદજી ! પુરીના શંકરાચાર્ય સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતીજીનું તથા દ્વારકાપીઠના શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી એ વર્તમાન કથિત સાંપ્રદાયિકતા અને રાજનિતિની અસરકારકતામાં “સનાતન ધર્મ” સામે ઉભા થયેલા પડકારો અંગે શું કહે છે ?! વિચારો ????!
જયોર્તિમઠના જગદ્દગુરૂ શંકરાચાર્ય શ્રી સ્વામી અવિમુકતેશ્વરાનંદજી ઘણીવાર કહે છે કે, “ભારતમાં હિન્દુ રાષ્ટ્ર નહીં રામરાજય હોવું જોઈએ !
એનો અર્થ એટલો જ કે, ભારતમાં નૈતિકતા, સદ્દભાવના અને ન્યાયનું રાજય હોવું જોઈએ ! દેશમાં સનાતન ધર્મ એટલે શાસ્ત્રોકત વિધિ વિધાનથી ઈશ્વરની ભક્તિ થવી જોઈએ ! રાજધર્મ અને ન્યાયધર્મ વચ્ચે ભેદરેખા ન હોય તેવું રાજય આદિ જગદ્દગુરૂ શંકરાચાર્યે કલ્પેલ છે !
પુરીના જગદ્દગુરૂ સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતીજીએ કહ્યું છે કે, “દર્શન વિજ્ઞાનનું પાલન થવું જોઈએ સ્કંધ પુરાણમાં દર્શાવેલી હકીકતો મુજબ સનાતન ધર્મનું પાલન થવું જોઈએ”!! શંકરાચાર્યાેનું પદ એ શાસકો પર શાસન કરવાનું પદ છે ! વર્તમાન સમયમાં સાંપ્રદાયિક ધર્માેમાં શાસ્ત્રોકત ધર્મની વાત બાજુ મુકાવી દેવાતા તેઓએ પણ નારાજગી વ્યક્ત કરેલી જ છે !!
દ્વારકાપીઠના શંકરાચાર્ય સ્વામી સહજાનંદ સરસ્વતીજીએ કહ્યું છે કે, શાસ્ત્રોકત નિતિ મુજબ સનાતન ધર્મ ચાલે છે ! જયારે અત્યારે કથિત રીતે કેટલાક સાંપ્રદાયિકતા સનાતન ધર્મને બદનામ કરી રહ્યા છે ! આવા લોકોને જાકારો આપવા જોઈએ ! તેઓના મત મુજબ વર્તમાન સાંપ્રદાયિકતાના સંચાલકો પોતાને હિન્દુ કહેતા નથી !
જગદ્દગુરૂ સ્વામી સહજાનંદ સરસ્વતીજી કહે છે કે, “પાખંડનો નાશ થવો જોઈએ, આવનાર પેઢીને ખબર પડે કે પાખંડી અને અધર્મીઓને કેવો દંડ મળે છે”!! કેટલાક સંપ્રદાયો પૈસા ભેગા કરી વિદેશ મોકલે છે તેમનો આ આક્રોસ વ્યાજબી છે ! કારણ કે કેટલાક સરકારી સંતો પણ સરકારી મિડીયા જેવી ભૂમિકામાં આવી ગયા છે ! માટે હવે આ તમામ શંકરાચાર્યાે એક થઈને માનવતા, નૈતિકતા અને ન્યાયના પાઠો પ્રજાને શિખવાડી જાગૃત કરવા પડશે એ જ માત્ર એક ઈલાજ છે !!