Western Times News

Gujarati News

સુરતમાં પત્નીના અનૈતિક સબંધની શંકામાં પતિ અને તેના મિત્રોનો સામૂહિક બળાત્કાર

સુરત, શહેરના એક વિસ્તારમાં એક મહિલાના ચારિર્ત્ય પર શંકા રાખીને તેના પતિએ મિત્ર સાથે મળીને દુષ્કર્મ આચર્યું હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. આટલું જ નહીં, મહિલાને બેરહેમીથી ફટકારીને તેની હત્યાની કોશિશ કરવામાં આવી હતી.

આ મામલે પોલીસે મહિલાના પતિ સહિત ૪ લોકોની ધરપકડ કરી છે.આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ,સુરતના એક વિસ્તારમાં રહેતી એક મહિલાનો પતિ દારૂના ધંધામાં સામેલ હતો અને પાસાના ગુનામાં જેલમાં હતો.

પોતે જેલમાં હતો, ત્યારે તેની પત્નીનો અન્ય કોઈ સાથે અનૈતિક સબંધ હોવાની તેને શંકા ગઈ હતી.ગત ૨૪ જુલાઈના રોજ જેલમાંથી છૂટ્યા બાદ તેણે તેની પત્નીને લાકડાના ફટકાથી ઢોરમાર માર્યાે હતો.

બીજા દિવસે ૨૫ જુલાઈએ મહિલાનો પતિ પોતાના મિત્ર મહેશને લઈને આવ્યો હતો. બન્ને જણાં મહિલાને ઉઠાવીને દિનદયાળ નગર નજીક રૂમમાં લઈ ગયા હતા, જ્યાં વારાફરતી દુષ્કર્મ આચર્યું હતુ.આરોપીઓની હેવાનિયત આટલેથી અટકી નહતી. નળિયા વડે મહિલાના માથામાં આડેધડ ઘા માર્યા હતા.

ત્યારબાદ કચ્ચો ઉર્ફે વિજય તેમજ આપીયા નામના બીજા બે આરોપીઓ સાથે મળીને મહિલાને તાપી કિનારે આવેલી પાણીની ટાંકી પાસે લઈ જવામાં આવી હતી. ત્યાં પણ ચારેય જણાએ ભેગા થઈને મહિલાને બેરહેમીથી ફટકારી તેનું ખૂન કરવા માટે દોરડું મંગાવીને હાથ-પગ બાંધી દીધા હતા.

થાપ આપીને ભાગી છૂટેલી મહિલા પોલીસની શરણમાં પહોંચી ગઈ હતી. પોલીસે ગંભીર રીતે ઈજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી હતી.

પીડિતાએ કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ખૂનની કોશિશ અને બળાત્કારનો ગુનો દાખલ કરીને મહિલાના પતિ ઉપરાંત પ્રિન્સકુમાર ઉર્ફે મુન્નો, વિજય ઉર્ફે કચ્ચો અને અપ્પા સહિત ૪ આરોપીઓની ધરપકડ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.