સુપરમેન ૧૭ દિવસે પણ અણનમ, ગ્લોબલી ૩૬૦૦ કરોડની કમાણી

મુંબઈ, જેમ્સ ગનની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘સુપરમેન’ બે અઠવાડિયા પછી પણ સ્થિર ગતિએ આગળ વધી રહી છે. ૧૭ દિવસમાં આ ફિલ્મે વર્લ્ડ વાઇડ ૩૬૦૩.૭૬ કરોડની કમાણી કરી છે.
આ વર્ષે સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મમાં તેનું નામ છે, ભારતમાં હાલ સુધીમાં તેની કમાણી ૪૭.૯૫ કરોડે પહેંચી ગઈ છે, જે હજુ આ અઠવાડિયે ૫૭.૨૬ કરોડે પહેંચશે એવો અંદાજ છે.
સુપરમેન તેલુગુ, તમિલ અને હિન્દીમાં પણ ડબ થઈ છે, જેમાં તેની આવક થોડી ઉપર નીચે થઈ છે. તેલુગુમાં અત્યાર સુધીમાં ૧.૬૭કરોડ, તમિલમાં ૧.૮૪ કરોડ અને ઈ વીકેન્ડ સુધીમાં હિન્દીમાં ૯.૬૫ કરોડની આવક થઈ છે.
આ ફિલ્મે પહેલા દિવસે ૭.૨૫ કરોડથી શરૂઆત કરી હતી, જે શનિવારે ૯.૫ કરોડ થયા અને રવિવારે થોડા ઘટાડા સાથે પહેલાં અઠવાડિયાના અંતે આ ફિલ્મની આવક ૨૬ કરોડ થઈ હતી. જોકે, સોમવારે ફિલ્મની કમાણીમાં ૭૨ ટકાનો ઘટાડો નોંધાયો હતો. તેમ છતાં આ ફિલ્મ સ્થિર ગતિએ ત્રીજા અઠવાડિયે પણ આગળ વધી રહી છે.
હજુ આ અઠવાડિયાના અંતે ધીમી ગતિએ પણ સુપરમેન ૫૦ કરોડના લક્ષ્યને પાર કરી લે તેવો અંદાજ છે. આ ફિલ્મમાં ડેવિડકોરેન્સ્વેટ સુપરમેનના રોલમાં છે, તે સિવાય રેચેલ બ્રોસ્નેહાન, નિકોલસ હોલ્ટ, ઈઝાબેલા મર્સીડ, નેથન ફિલ્ટન, એન્થની કેરિગન અને એડી ગેથેગી સહિતના કલાકારો છે. જે ડીસી યુનિવર્સની ફિલ્મમાં નવા અંદાજ સાથે અને જુની એનર્જી સાથે બનેલી ફિલ્મ છે.SS1MS