‘ખોસલા કા ઘોસલા ૨’નું કામ ચાલુ, હુમા કુરેશી ફિલ્મની કાસ્ટમાં જોડાઈ

મુંબઈ, એક કલ્ટ કટાક્ષ કોમેડી ફિલ્મ ‘ખોસલા કા ઘોસલા’ની સિક્વલ હવે નક્કી છે, ૨૦ વર્ષ પછી આ ફિલ્મની સિક્વલ આવશે. પહેલી ફિલ્મ ૨૦૦૬માં આવ હતી, જેમાં અનુપમ ખેર, બોમન ઇરાની, નવીન નિશ્ચલ, પ્રવીણ ડબ્બાસ, તારા શર્મા, રણવીર શૌરી અને વિનય પાઠક જેવા દિગ્ગજ કલાકારો હતા.
આ ફિલ્મમાં દિલ્હીના મીડલ ક્લાસની ભ્રષ્ટાચાર અને રીઅલ એસ્ટેટ કૌભાંડ સામે લડની એક કટાક્ષ, કોમેડી અને જમીનથી જોડાયેલી ફિલ્મ ઘણી લોકપ્રિય થઈ હતી.
ત્યારે હવે કેટલાક અહેવાલો અનુસાર ફિલ્મની સિક્વલની તૈયારીઓ ચાલી રહી છે. આ અહેવાલો અનુસાર, ઉમેશ બિશ્ત આ ફિલ્મ ડિરેક્ટ કરવાના છે. તેઓ સ્ક્રિપ્ટ અને કાસ્ટિંગ પર કામ કરી રહ્યા છે. આ ફિલ્મ સાથે સંકળાયેલા સુત્રોના આધારે આ ફિલ્મની સ્ક્રિપ્ટ ફાઇનલ થઈ ગઈ છે અને તેનું કાસ્ટિંગ ચાલુ છે. ફિલ્મનું શૂટિંગ નવેમ્બરમાં શરૂ થશે, ૨૦૨૬માં ફિલ્મ રિલીઝ થશે.
પહેલા ભાગની જેમ આ ફિલ્મ પણ કોમેડી ફિલ્મ હશે. આ ફિલ્મના કાસ્ટિંગની મહત્વની વાત એ છે કે આ વખતે તેમાં હુમા કુરેશી પણ જોડાઈ છે. સુત્રએ જણાવ્યું,“ખોસલા કા ઘોસલા ૨માં હુમા કુરેશી એક મહત્વના પાત્રમાં જોવા મળશે.
તેણે સ્ક્રિપ્ટ વાંચી અને જે લખાયું છે એ તેને ગમ્યું છે. ટી-સિરીઝ દ્વારા આ ફિલ્મ પ્રોડ્યુસ કરવામં આવશે.”હુમા કુરેશી એક્ટિંગ સાથે પ્રોડક્શનમાં પણ પોતાની પાંખો ફેલાવી રહી છે, તેણે પોતાના ભાઈ સાકીબ સલીમ સાથે મળીને પોતાનું પ્રોડક્શન હાઉસ પણ શરૂ કર્યું છે. તેની પહેલી ફિલ્મ બેબી ડુ ડાઈ ડુ પણ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે.SS1MS