પહેલા અમને તો પુછો, પછી ટ્રોલ કરો: ગૌહર ખાન

મુંબઈ, એક્ટ્રેસ અને ગૌહર ખાન હાલ તેનાં બીજાં બાળક સાથે પ્રેગનન્ટ છે, ત્યારે તેણે પોતાનાં પતિ ઝેદ દરબાર સાથે એજ ગેપને કારણે સહન કરવી પડતી મુશ્કેલીઓ અંગે વાત કરી હતી. તેના આત્મવિશ્વાસ અને સુંદરતા માટે જાણીતી ગૌહર ખાને મીડિયા અને ટ્રોલ્સ જે રીતે કોઈ માહિતીની ખાતરી કર્યા વિના જ જે રીતે ગમે તેના પર નિવેદનો આપતા હોય છે, તે અંગે વાત કરી હતી.
એક પોડકાસ્ટમાં ગૌહરે કહ્યું, “આ માત્ર મીડિયાની વાતો છે, મીડિયાને વિચાર્યા વિના જ નિરાકરણ પર પહોંચી જવામાં મજા આવે છે. અમારી તરફથી અમે તો જાહેરમાં આવું કશું ક્યારેય કહ્યું નથી, છતાં પહેલી હેડલાઇન એવી હતી કે “કોઈ ૧૨ વર્ષ નાનાને પરણી.” ૧૨ વર્ષ? આ આંકડો આવ્યો પણ ક્યાંથી? પહેલા એક વખત અમને પુછી તો લો.”
ગૌહરે જણાવ્યું કે તેને કે ઝૈદને આવા આંકડાથી કોઈ ફરક પડતો નથી. તેને લોકોમાં સામાન્ય સમજણના અભાવથી વાંધો છે. ગૌહરે કહ્યું, “આંકડાથી કોઈ વાંધો નથી.
આપણી ઇન્ડસ્ટ્રીમાં ઘણા કપલ વચ્ચે આવો ઉમરનો તફાવત છે અને એ બિલકુલ બરાબર છે. પરંતુ મને વાંધો એ છે કે – બસ પહેલાં અમને પૂછો. પૂછો અને અમે તમને કહીશું.”ગૌહરે આગળ એવું પણ કહ્યું કે તેમને કોઈને કંઈ સ્પષ્ટતા આપવાની જરૂર નથી. “આવા સમાચાર પછી, અમે કોઈ જ નિવેદન આપ્યું નથી. એ ૨ વર્ષનો તફાવત હોય કે ૧૨ વર્ષનો, કોઈ ફરક પડતો નથી. જ્યારે મને કે ઝૈદને ફરક ન પડતો હોય તો દુનિયા શું બોલે છે તેનાથી શું ફરક પડે છે.
”બંને પરિવારો તરફથી કેમને મળતાં સંપુર્ણ સહકાર અંગે પણ ગૌહરે વાત કરી હતી. ગૌહરે કહ્યું, “શરૂઆતથી જ અમે નક્કી કર્યું હતું કે અમે જ્યારે પણ લગ્ન કરીશું ત્યારે બંને પરિવારના દરેક વ્યક્તિને કહીશું અને તેમનાં આશીર્વાદ લઈશું પરંતુ અમે કોઈના અભિપ્રાયો પર કોઈ ધ્યાન આપીશું નહીં”તેમણે આ પરિસ્થિતિનો કઈ રીતે સામનો કર્યાે એ અંગે ગૌહરે કહ્યું, “ઝૈદે તેના પરિવાર સાથે મારો પરિચય કરાવ્યો, મેં તેનો પરિચય મારા પરિવાર સાથે કરાવ્યો. અમે બસ એવું જ કહ્યું – આ વ્યક્તિ છે અને અમે લગ્ન કરી રહ્યા છીંએ. જો તમે અમને આશીર્વાદ આપવા માગતા હોય તો આવી જજો.”SS1MS