રૂ.૪૦૦ કરોડની ‘વાર ૨’, ભારતની સૌથી મોંઘી સ્પાય થ્રિલર બનશે

મુંબઈ, રિતિક અને જુનિયર એનટીઆરની ફિલ્મ ‘વાર ૨’ આ વર્ષે સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંની એક છે. તાજેતરમાં જ ફિલ્મનું ટ્રેલર લોંચ થયું હતું, ત્યારથી તેની ક્વોલિટી અને સ્કેલ પર ઘણી ચર્ચા છે. આ ફિલ્મમાં ૬ અલગ અલગ પ્રકારની એક્શન સિક્વન્સ હોવાનું ટ્રેલર પરથી ધ્યાનમાં આવે છે, આ વિશ્વકક્ષાની ફિલ્મ ૧૫ ઓગસ્ટના વીકેન્ડમાં રિલીઝ થશે.
જેમાં રિતિક મેજર કબીર ઢાલિવાલના રોલમાં, કિઆરા અડવાણી કાવ્યા લુથરાના રોલમાં જોવા મળશે.ફિલ્મ સાથે સંકળાયેલા ટ્રેડના સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આ ફિલ્મ સૌથી મોંઘી ફિલ્મ છે, “વાર ૨ ૪૦૦ કરોડના વિશાળકાય બજેટ પર બની રહેલી ફિલ્મ છે, તેણે ટાઇગર ૩ના ૩૫૦ કરોડના ખર્ચના આંકડા અને પઠાણના ૩૨૫૦ કરોડના ખર્ચના આંકડાને પણ વટાવી દીધો છે.
૪૦૦ કરોડમાં હજુ માર્કેટિંગ અને પ્રિન્ટ પબ્લિસિટીનું બજેટ તો ગણાયું જ નથી.”આ બજેટમાં પણ આ ફિલ્મનાં બંને લીડ એક્ટર્સની મસમોટી ફીનો પણ સમાવેશ થાય છે, આ આંકડાઓ સાંભળીને ભલભલા લોકોની આંખો પહોળી થઈ ગઈ છે.
આ ફિલ્મ માટે જુનિયર એનટીએરને ૭૦ કરોડ તેમજ રિતિક રોશનને ૫૦ કરોડ ઉપરાંત ફિલ્મની આવકમાંથી પણ હિસ્સો આપવાની ડીલ કરવામાં આવી છે. જ્યારે કિઆરા અડવાણીને ફી પેટે ૧૫ કરોડ ચૂકવાયા હોવાની ચર્ચા છે. અનિલ કપૂરને આ ફિલ્મમાં ૧૦ કરોડ જેટલી ફી મળી છે.
તો મુખ્ય કલાકારોની ફીના જ ૧૫૦ કરોડ થઈ ગયા છે. જ્યારે ફિલ્મના ડિરેક્ટર આયાન મુખર્જીએ આ ફિલ્મ માટે ૩૦ કરોડનો ચેક લીધો છે. ટ્રેડ સુત્રના જણાવ્યા અનુસાર, “બાકીના ૨૨૦ કરોડ ફિલ્મની ઉત્તમ ગુણવત્તા પાછળ અને તેના પહેલા ભારતમાં ન જોવા મળ્યો હોય એવા સ્કેલ પર ખર્ચ થયા છે.”રિતિકે આ ફિલ્મ માટે જે ફી અને પ્રોફિટ શેરિંગમાં હિસ્સો માગ્યો છે, તેની પણ ચર્ચા છે.
આ એક્શન થ્રિલર સ્પાય ફિલ્મમાં રિતિકે પ્રોડ્યુસર આદિત્ય ચોપરા પાસેથી ફી ઉપરાંત મોટો હિસ્સો પ્રોફિટ શેરિંગમાં પણ માગ્યો છે. જ્યારથી આ ળેન્ચાઈઝીની પહેલી ફિલ્મ રિલીઝ થઈ ત્યારથી રિતિક આ ફિલ્મમાં આદિત્ય ચોપરા સાથે પાર્ટનર છે.
પહેલી ‘વાર’ ૨૦૧૯માં યશરાજ ફિલ્મ્સે રિલીઝ કરી હતી. આ ફિલ્મ બધાં જ થિએટરમાંછી ઉતરી જશે પછી આદિત્ય ચોપરા રિતિકને કુલ નાફામાંથી તેનો હિસ્સો આપશે.
આ ફિલ્મ કમાણીમાં પણ અનેક ફિલ્મના રેકોરડ તોડશે એવી આશા છે, જેથી રિકિતને ફી ઉપરાંત ઘણો નફો મેળવશે એવી આશા છે. આદિત્ય ચોપરા સાથે શાહરુખ ખાન, સલમાન ખાન અને આમિર ખાન બધાં જ આ પ્રકારની ડીલ કરી ચૂક્યા છે.SS1MS