Western Times News

Gujarati News

ન્યૂકમર મેધા રાણા ‘બોર્ડર ૨’માં વરુણ ધવન સાથે જોડી જમાવશે

મુંબઈ, હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં ન્યૂ કમર્સના ધમાકેદાર આગમનનો દોર લાંબા સમય બાદ શરૂ થયો છે. થોડા સમય પહેલા રિલીઝ થયેલી ‘સૈયારા’માં અનિત પડ્ડાને મળેલી અણધારી સફળતા બાદ બિગ બજેટ ‘બોર્ડર ૨’માં આઉટસાઈડર ગર્લ મેધા રાણાને તક આપવાનો નિર્ણય લેવાયો છે. યુદ્ધ અને પરાક્રમ આધારિત આ ફિલ્મમાં વરુણ ધવન સાથે મેધા રાણા જોડી જમાવવાની છે.

સામાન્ય રીતે બિગ બજેટ ફિલ્મોમાં મોટા સ્ટાર્સની પસંદગી કરવામાં આવતી હોય છે. ‘બોર્ડર ૨’ની કાસ્ટમાં પણ મોટા ભાગે સ્ટાર્સ છે, જો કે નવા ચહેરાને સમાવેશ સાથે કેરેક્ટરને રિયાલિસ્ટિક બનાવવાના હેતુથી મેધાની પસંદગી કરવામાં આવી છે.

ટી સિરીઝ અને જે.પી. ફિલ્મ્સ દ્વારા પ્રોડ્યુસ થઈ રહેલી ‘બોર્ડર ૨’ ૨૩ જાન્યુઆરી, ૨૦૨૬ રોજ રિલીઝ થવાની છે. તેનું ડાયરેક્શન અનુરાગ સિંઘે કર્યું છે, જેઓ અગાઉ ‘કેસરી’નું સુકાન સંભાળી ચૂક્યા છે.

૧૯૯૭ની વોર ક્લાસિક ફિલ્મ બોર્ડરની સ્ટોરીને બદલાયેલા સમય અને વોર ટેકનોલોજી સાથે આગળ વધારવામાં આવશે. આગામી ફિલ્મની પોતાની ઓળખ ઊભી થાય તે હેતુથી ળેશ કાસ્ટિંગની સાથે નેરેટિવ એપ્રોચમાં પણ ફેરફાર કરાયો છે. ‘બોર્ડર ૨’માં પસંદ થયેલી મેધા રાણા પોતે આર્મી પરિવારમાંથી આવે છે.

પ્રોડ્યુસર ભુષણ કુમારે કહ્યું હતું કે, પ્રાદેશિક ઓળખને રજૂ કરે તેવો સ્વભાવ, સંવાદ અને બોડી લેન્ગવેજ ધરાવતી વ્યક્તિની જરૂર હતી. મેઘાએ એક્ટર તરીકે સમગ્ર ટીમને પ્રભાવતિ કરી હતી. તેના કારણે કેરેક્ટરમાં ઊંડી વાસ્તવિકતા આવી શકશે.

મેધાના કેરેક્ટર અંગેની વિગૈતો આગામી સમયમાં જાહેર થશે. આ ફિલ્મમાં સની દેઓલ અગાઉથી નક્કી છે. તે સિવાયની કાસ્ટમાં મોટા ફેરફાર કરાયા છે. દિલજિત દોસાંજ, અહાન શેટ્ટી, સોનમ બાજવા, મૌની રોય અને વિનાલી ભટનાગર અગાઉ આ ફિલ્મમાં નક્કી થયેલા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.