બેઇજિગમાં ભારે વરસાદને કારણે 30 લોકોના મોતઃ 80 હજાર લોકોનું સ્થળાંતર

બેઇજિંગ, ચીનની રાજધાની બેઇજિગના ઉત્તરીય બહારના વિસ્તારમાં ઘણા દિવસોથી ભારે વરસાદને કારણે ૩૦ લોકોનાં મોત થયા છે. રાજધાનીમાં ૮૦,૦૦૦ થી વધુ લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. ૧૩૬ ગામોમાં ડઝનબંધ રસ્તાઓને નુકસાન થયું છે અને વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે.
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિગે અધિકારીઓને ગુમ થયેલા લોકોને શોધવા અને બચાવવા, વિસ્થાપિત લોકોને યોગ્ય રીતે પુનર્વસન કરવા અને જાનહાનિની સંખ્યા ઘટાડવા માટે તમામ પ્રયાસો કરવાનો નિર્દેશ આપ્યો છે. બેઇજિગના સૌથી વધુ અસરગ્રસ્ત મિયુન જિલ્લામાં ૨૮ અને યાનકિગમાં મધ્યરાત્રિ સુધીમાં બે લોકોના મોત થયા છે.
ચીનની રાજધાનીમાં રાતોરાત ભારે વરસાદ પડ્યો. હેબેઈ પ્રાંતમાં ભૂસ્ખલનમાં પીડિતો ફસાયા હતા. અને વાવાઝોડામાં મૃત્યુઆંક ૩૪ થઈ ગયો છે. બેઇજિંગના દૂરના જિલ્લાઓ અને પડોશી શહેર તિયાનજિનમાંથી હજારો લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા હતા.
અધિકારીઓએ બેઇજિગના ગ્રામીણ મિયુન જિલ્લામાં એક જળાશયમાંથી મહત્તમ પાણી છોડ્યું હતું. લુઆનપિગ કાઉન્ટીની સરહદે આવેલા મિયુન જિલ્લામાં ભારે પૂરના કારણે કાર તણાઈ ગઈ અને વીજળીના થાંભલા પડી ગયા. મધ્ય બેઇજિગથી ૧૦૦ કિલોમીટર ઉત્તરપૂર્વમાં આવેલા તૈશીતુન શહેરમાં, ઉખડી ગયેલા વૃક્ષોના ઢગલા થઈ ગયા હતા, રસ્તાઓ પાણીથી ભરાઈ ગયા હતા અને દિવાલો સુધી કાદવ જમા થઈ ગયો હતો.
પૂર અચાનક અને ઝડપથી આવ્યું. વેઈ ઝેંગમિગ, જે પરંપરાગત ચાઇનીઝ દવાના ડોક્ટર હતા. તેમણે કહ્યું કે આગળ અને પાછળ બધે પાણી હતું. હું ઉપર દોડી ગયો અને બચાવ ટીમની રાહ જોતો રહ્યો. મેં વિચાર્યું કે જો કોઈ અમને લેવા નહીં આવે, તો અમે ખરેખર મુશ્કેલીમાં મુકાઈ જઈશું. બેઇજિગ સત્તાવાળાઓ દ્વારા લોકોને ઘરમાં રહેવા, શાળાઓ બંધ રાખવા, બાંધકામ કાર્ય સ્થગિત કરવા અને બાહ્ય પર્યટન અને અન્ય પ્રવૃત્તિઓ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
આજે બેઇજિગમાં સૌથી ભારે વરસાદની અપેક્ષા છે. કેટલાક વિસ્તારોમાં ૧૦-૧૨ ઈંચ વરસાદ પડવાની આગાહી અપેક્ષા છે. ચીન સરકારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેણે હેબેઈને સહામ માટે ૫૦ મિલિયન યુઆન મોકલ્યા છે.