થાર ગાડી લઈને ડુંગર પર ચઢવાનું યુવકોને મોંઘુ પડયું

થાર ગાડીઓ કાદવ-કીચડવાળા ડુંગરના રસ્તા પર ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો જેના પરિણામે ગાડીઓ કાદવમાં ખરાબ રીતે ફસાઈ ગઈ હતી
નવસારી, નવસારી જિલ્લાના વાસંદા તાલુકાના વાંગણ ગમે આંકડા ધોધનો નજરો માણવા આવેલા કેટલા નબીરાઓએ અવિચારી કૃત્ય આચરી પોતાનો અને ગામજનોનો સમય બરબાદ કર્યો છે. આ નબીરાઓએ પોતાની મોંઘીદાટ થાર ગાડીઓ કાદવ-કીચડવાળા ડુંગરના રસ્તા પર ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો જેના પરિણામે ગાડીઓ કાદવમાં ખરાબ રીતે ફસાઈ ગઈ હતી.
મળતી જાણકારી અનુસાર, બોડકી ડુંગર ઉપર આંકડા ધોધની સુંદરતા નિહાળવા આવેલા કેટલાક યુવાનોએ પોતાની જાનતે સાબિત કરવા અથવા તો માટે સાહસના નામે પોતાની મોંઘીદાટ થાર ગાડીઓને કાચા અને કાદવથી લથબથ ડુંગરાળ રસ્તા પર ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તેમનો આ પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો અને ગાડીઓ ડુંગરના કાદવમાં ઊંડે ફસાઈ ગઈ હતી.
આખરે, પોતાની મોંઘીદાટ ગાડીઓ કાદવમાં ફસાયા બાદ આ નબીરાઓને ગ્રામજનોની મદદ લેવાની ફરજ પડી હતી. ગ્રામજનોએ ભારે જહેમત ઉઠાવી, મહામહેનતે આ ફસાયેલી થાર ગાડીઓને કાદવમાંથી બહાર કાઢી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેમાં ગાડીઓ કાદવમાં ફસાયેલી અને ગ્રામજનો દ્વારા તેને બહાર કાઢવામાં આવી રહી હોવાનું સ્પષ્ટપણે જોઈ શકાય છે.