છોટા ઉદેપુરના સનાડા ગામે ભારે વરસાદથી મકાન ધરાશાયી

પ્રતિકાત્મક
અકસ્માત બાદ તાત્કાલિક સ્થાનિક લોકોએ મદદરૂપ થઈ હતી અને ઈજાગ્રસ્ત મહિલાને બહાર કાઢીને સારવાર માટે ખસેડાઈ હતી
છોટા ઉદેપુર, છોટા ઉદેપુર જિલ્લામાં છેલ્લા અવિરત વરસાદ પડી રહ્યો છે. જેના કારણે કારણે નદી-નાળાઓ છલકાઈ ગયા છે. આ દરમિયાન સનાડા ગામે ભારે વરસાદને કારણે ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. જ્યા જર્જરીત મકાન ધરાશાયી થતા એક વ્યક્તિનું મોત નીપજ્યું.
જ્યારે તેમની પત્નીનો આબાદ બચાવ થયો છે. અકસ્માત બાદ તાત્કાલિક સ્થાનિક લોકોએ મદદરૂપ થઈ હતી અને ઈજાગ્રસ્ત મહિલાને બહાર કાઢીને સારવાર માટે ખસેડાઈ હતી.
મળતી માહિતી અનુસાર, છોટાઉદેપુરમાંના સોમવારે (૨૮મી જુલાઈ) મોડી રાત્રે સનાડા ગામમાં ડુંગળી ફળિયામાં એક ર્જજરીત મકાનનો ભાગ તૂટી પડ્યો હતો. આ મકાનની અંદર સૂઈ રહેલા પતિ-પત્ની કાટમાળમાં દબાઈ ગયો હતો.
જો કે, આ દુર્ઘટનામાં ગફુર રાઠવાનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે તેમની પત્નીનો આબાદ બચાવ થયો છે. આ ઘટના અંગે સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. હાલમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે અને આ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. ઘટનાને પગલે વિસ્તારમાં શોકનું માહોલ છવાઈ ગયો છે.
ઉલ્લેખનીય છે કે, છોટા ઉદેપુરમાં સંખેડાના ઝવેરી વાગામાં આવેલું ત્રણ માળનું જર્જરિત મકાન અચાનક ધરાશાયી થઈ ગયું હતું. જોકે, આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. પરંતુ આ ઘટનાને કારણે ગ્રામજનોમાં ભય ફેલાયો છે. આ ઘટના બાદ ગ્રામજનોએ માંગ કરી છે કે જોખમી મકાનોના માલિકો પોતાના મકાનો જાતે જ તોડી નાખે. જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને લોકોની સુરક્ષા જળવાઈ રહે.