Western Times News

Gujarati News

જામકલ્યાણપુરમાં સરકારી અનાજ ભરેલો ટ્રક ઝડપાયો

પ્રતિકાત્મક

પોલીસે ટ્‌ર્કને પોતાના કબ્જામાં લીધી છે ૪૨૦ બોરી ઘઉંનો જથ્થો કલ્યાણપુર પોલીસે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી

જામકલ્યાણપુર, જામકલ્યાણપુરમાં અનાજ ભરેલો ટ્રક ઝડપાયો છે. ટ્રકમાંથી શંકાસ્પદ સરકારી અનાજનો જથ્થો મળ્યો મળી આવતાં પોલીસે ટ્‌ર્કને પોતાના કબ્જામાં લીધી છે. ૪૨૦ બોરી ઘઉંનો જથ્થો કલ્યાણપુર પોલીસે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી. ઘઉંનો જથ્થો દ્વારકા લઇ જવાતો હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. પોલીસે મુદ્દામાલ કબ્જે કરી તપાસ હાથ ધરી છે.

દેવભૂમિ દ્વારકાના જામ ખંભાળીયાના જામ કલ્યાણપુરમાંથી આધાર પુરાવા વિનાનો શંકાસ્પદ સરકારી અનાજ ભરેલો ટ્રક ઝડપાયો છે. જેમાં ૪૨૦ બોરી ઘઉંનો જથ્થો સગેવગે થાય તે પહેલા જ કલ્યાણપુર પોલીસે ઝડપી પાડયો હતો. કલ્યાણપુર સરકારી ગોડાઉનમાંથી ઘઉંનો જથ્થો ભરીને દ્વારકા તરફ જથ્થો લઇ જવાતો હોવાનું અનુમાન પોલીસ દ્વારા લગાવવામાં આવી રહ્યું છે. પોલીસે ટ્રક અને ઘઉંના જથ્થા સાથેનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી.

ગરીબોના હક્કનું અનાજ આવી રીતે ચોરી કરવામાં આવી રહ્યું છે ત્યારે પોલીસે સતર્કતા દાખવીને તેને પકડી પાડ્યું છે.અગાઉ પણ આમોદ તાલુકાના કોલવણા ગામે રહેતા દુકાન સંચાલકના પતિ પાસેથી પિકઅપ ગાડીમાં ઘઉં અને ચોખાનો સરકારી અનાજનો જથ્થો લઇને મોભા ગામે જતાં બે ઇસમોને આમોદ પોલીસે આછોદ ત્રણ રસ્તા પાસેથી ઝડપી પાડયા હતાં.

સરકારી અનાજના જથ્થા બાબતે કોઈ ખુલાસો નહી કરતાં પોલીસે બે ઇસમોની અટકાયત કરી પિકઅપ ગાડી જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી ધરી હતી. તપાસ કરતા ઘઉંની ૩૬ થેલી તથા ચોખાની ૨૪ થેલી મળી કુલ ૬૦ થેલી મળી આવી હતી. પોલીસે ઘઉ અને ચોખાનો કુલ રૂ ૯૦,૦૦૦નો જથ્થો અને ગાડી મળી કુલ રૂ ૪,૯૫,૦૦૦ નો મુદામાલ જપ્ત કરી પુરવઠા મામલતદારની હાજરીમાં સરકારી ગોડાઉનમાં સીઝ કરાવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.