વિશ્વની પ્રથમ સંપૂર્ણ સ્વાયત્ત રોબોટીક જોઈન્ટ રીપ્લેસમેન્ટ સર્જરી થઈ અમદાવાદની શેલ્બી હોસ્પિટલ ખાતે

(એજન્સી)અમદાવાદ, શેલ્બી મલ્ટી-સ્પેશીયાલીટી હોસ્પિટલ્સની આથોપ્લાસ્ટી ટીમે તાજેતરમાં એક ઐતિહાસિક તબીબી સીમાચીહ્નરૂપ સિદ્ધી મેળવી છે. જેમાં વિશ્વની પ્રથમ સંપૂર્ણ સ્વાયત્ત રોબોટીક સીસ્ટમનો ઉપયોગ કરી જોઈન્ટ રીપ્લેસમેન્ટ સર્જરી કરવામાં સફળતા મેળવી છે.
આ એક ક્રાંતિકારી અને વિશ્વની એકમાત્ર રોબોટીક ટેકનોલોજી છે. જેમાં ૭-એકિસસ મુવમેન્ટ ઓપરેશનના સાધનોયુકત રોબોટીક આર્મ સાથે સજજ છે. જે સર્જીકલ ચોકસાઈ, હાડકાં કાપવાની ચોકસાઈમાં ગુણવત્તાપુર્ણ સુધારો કરવા અને મીનીમલી ઈન્વેસીવ પ્રોસીજર્સ અત્યંત કુશળતાથી અને ચોકસાઈપુર્વક કરવા માટે રચાયેલ છે.
આ વિશેષતાઓને પરીણામે દર્દીને ઝડપી રિકવરી મળે છે. અને પરીણામોમાં ગુણાત્મક સુધારો પણ થાય છે. આ અદ્વિતીય સિદ્ધીમાં ગ્લોબલ સહયોગના ભાગરૂપે યુનાઈટેડ સ્ટેટસના પ્રખ્યાત સર્જનોની એક ટીમ સહીત આ રોબોટીક સીસ્ટમ વિકસાવનાર કંપનીના સી.ઈ.ઓ. પણ સામેલ થયા હતાં. આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને આ પ્રથમ સર્જરને સફળ બનાવવામાં તેઓનો સહયોગ મળ્યો છે. તેમની ઉપસ્થિતી આ સિદ્ધીની વૈશ્વીક મહત્વના દર્શાવે છે. અને નેકસ્ટ-જનરેશન મેડીકલ કેર પુરી પાડવામાં શેલ્બી હોસ્પિટલની પાયારૂપે ભુમીકા સિદ્ધ કરે છે.
શેલ્બી હોસ્પિટલના સ્થાપક વિશ્વ વિખ્યાત જોઈન્ટ રીપ્લેસમેન્ટ સર્જન ડો. વિક્રમ શાહે ઓર્થોપેડીક ક્ષેત્રે નવીનતા માટે સદૈવ આગેવાની લીધી છે. આ સફળતા સાથે શેલ્બી હોસ્પિટલો ફરી એકવાર જોઈન્ટ રીપ્લેસમેન્ટ સર્જરીમાં સેન્ટર ઓફ એકસીલેન્સ તરીકે પોતાની મહત્વતાને પ્રસ્તુત કરી છે. આ અત્યાધુનિક સિદ્ધિથી વિશ્વના લાખો દર્દીઓને ફાયદો થવાની અપેક્ષા છે. જોઈન્ટ રીપ્લસેમેન્ટ સર્જરી વધુ સુરક્ષીત વધુ ચોકકસ અને ન્યુનતમ ચીરફાડને કારણે દર્દીઓ માટે વધુ લાભકારી બની રહેશે.