75 વર્ષના દાદીએ એકલા હાથે ઘરમાં ચોરી કરવા આવેલા ચોરને ધોઈ નાખ્યા

AI Image
(એજન્સી) પાલી, રાજસ્થાનના પાલીના કાગો કી ઢીચડી બગડીના રહેવાસી ૭પ વર્ષના અમુતિ દેશી સીરવીઓ મોડી રાત્રે પોતાના ઘરમાં ઘુસેલા પાંચ બુકાનીધારી લુંટારાઓ સાથે બાથ બીડી અને એક ગુંડાને તો પકડી પણ લીધો. જોકે લુટારા દાગીના લુંટીને ભાગવામાં સફળ થયા હતા. આ સનસનીએજ ઘટના ઘરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ. જેના આધારે પર પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.
પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના ર૧ જુલાઈથી રાત્રે લગભગ ૧ વાગે થઈ હતી. અમુતીદેવી પોતાના ઘરના હોલમાં ખાટલા પર સુઈ રહયા હતા. એ જ સમયે ઘરમાં બુકાનીધારી લુંટારા ઘરમાં ઘુસી આવ્યા હતા. તમામ લુંટારોએ મો પર કપડાં બાંધ્યા હતા. તેમણે આમુતિ દેવીના ગળાની સોનાની કંઠી ૧ તોલા કાનના સોનાના ટોપ્સ અને અન્ય દાગીના લુંટવાની કોશીશ કરી. પણ ૭પ વર્ષના દાદીએ હાર માની નહી.
તેમણે લુંટારા સાથે બરાબરની બાથ બીડી અને એક બદમાશને પકડી લીધો. આ દરમ્યાન ચોર ટોળકીએ તેમના ખાટલામાંથી નીચે પાડી દીધી. જેથી તેમને મામુલી ઈજા થઈ. એક ચોરે તો દુપટ્ટાથી ગળું દબાવવાની કોશીશ પણ કરી. પણ તેમની ચીસો સાંભળીને તેમનો મામુલી ઈજા થઈ. એક ચોરે તો દુપટ્ટાથી દાદીનું ગળું દબાવવાની કોશીશ પણ કરી પણ તેમની ચીસો સાંભળળીને તેમનો દીકરો ત્રિલોક રાગ આવી પહોચ્યો. તે આવીને કોઈ કરે તે પહેલા તો ચોર દાગીના લુંટીને ફરાર થઈ ગયા હતા.
આ ઘટનાથી જાણ થતાં જ સાંજન સીટી પોલીસ સ્ટેશનના સિનીયર અધિકારી, જેમાં સોજન સીઓ જુરૂસિંહ પણ હતા. જેઓ ઘટના સ્થળે આવી પહોચ્યા. પોલીસે સીસીટીવી ફુટેજની તપાસ કરી.જેમાં લુંટારા સ્પષ્ટ રીતે બુકાનીમાં દેખાઈ રહયાં છે. પોલીસને આજુબાજુના વિસ્તારમાં કોઈ બુકાનીધારી લુંટારાઓએ પગેરું મળ્યા નથી.