૨૧ મહિનાથી ચાલી રહેલા યુદ્ધમાં ૬૦ હજાર જેટલાં પેલેસ્ટેનિયનનાં મોત થયાં

ડેર અલ-બલાહ , ઈઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા ૨૧ મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. જેને પગલે ઈઝરાયેલના લશ્કરી દળો દ્વારા છાશવારે ગાઝા પર હુમલા કરવામાં આવે છે. ગાઝાના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ ૨૧ મહિનાથી ચાલતાં યુદ્ધમાં ૬૦ હજાર પેલેસ્ટેનિયનનાં મોત થયા છે.
હમાસ સંચાલિત સરકારના મંત્રાલયના મતે ગાઝામાં મૃત્યુઆંક ૬૦,૦૩૪ને આંબી ગયો છે અને ઘાયોલની સંખ્યા ૧.૫૦ લાખ આસપાસ પહોંચી છે. ૭ ઓક્ટોબર ૨૦૨૩ના હમાસ દ્વારા ઈઝરાયેલ પર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં ૧,૨૦૦થી વધુ લોકોના મોત થયા હતા અને ૨૫૦ જેટલા લોકોને હમાસે બંધક બનાવ્યા હતા.
આ બંધકોને છોડાવવાની માંગ સાથે ઈઝરાયેલ સમયાંતરે વળતા હુમલા કરી રહ્યું છે. તાજેતરમાં ગાઝા પટ્ટી પર ઈઝરાયેલના સુરક્ષા દળો (આઈડીએફ)એ કરેલી કાર્યવાહીમાં ૭૦ લોકોના મોત નિપજ્યા છે.SS1MS