Western Times News

Gujarati News

છ બેન્કોનાં ખાતામાં મિનિમમ બેલેન્સ નહીં હોય તો પણ દંડ નહીં

નવી દિલ્હી, બચત ખાતામાં ન્યૂનતમ સરેરાશ માસિક બેલેન્સ નહીં જાળવવાને કારણે ગ્રાહકોના ખાતામાંથી બેન્કો દ્વારા દંડ પેટે પૈસા કાપી લેવાની અનેક ફરિયાદો જોવા મળે છે. જોકે તાજેતરમાં જ દેશની જાહેર ક્ષેત્રની છ બેન્કોએ એવરેજ મંથલી બેલેન્સ (એએમબી) એટલે કે સરેરાશ માસિક બેલેન્સ નહીં રાખવા બદલ દંડ નહીં વસૂલવાનો નિર્ણય કર્યાે છે.

દંડની જોગવાઈ દૂર કરનારી બેન્કોમાં પંજાબ નેશનલ બેન્ક, બેન્ક ઓફ બરોડા, બેન્ક ઓફ ઈન્ડિયા, ઈન્ડિયન બેન્ક, કેનેરા બેન્કનો સમાવેશ થાય છે.

જ્યારે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ ૨૦૨૦થી જ મિનિમમ બેલેન્સ નહીં રાખવા બદલ દંડ વસૂલવાનું બંધ કર્યું છે.સરેરાશ માસિક બેલેન્સ એ ગ્રાહક દ્વારા તેના સેવિંગ્સ બેન્ક એકાઉન્ટમાં જાળવવામાં આવતી એક ચોક્કસ રકમ છે.

જો કોઈ ગ્રાહકનાં ખાતાનું બેલેન્સ આ ચોક્કસ રકમ કરતાં નીચું જાય તેવા કિસ્સામાં બેન્ક તેની પર પેનલ્ટી લગાવે છે. બેન્ક ઓફ બરોડા દ્વારા ૧ જુલાઈ, ૨૦૨૫થી તમામ સ્ટાન્ડર્ડ સેવિંગ્સ બેન્ક એકાઉન્ટ્‌સ પર બેલેન્સ એવરેજ મંથલી બેલેન્સ નહીં જાળવવા બદલ લગાવાતા દંડને દૂર કર્યાે છે. જોકે પ્રીમિયમ સેવિંગ્સ એકાઉન્ટ્‌સને આ મુક્તિ નહીં મળે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.