‘અવતારઃ ફાયર એન્ડ એશ’માં મળી નવી દુનિયાની ઝલક

મુંબઈ, જ્યારે કેમેરુનની પહેલી અવતાર રિલીઝ થઈ ત્યારે પેન્ડોરાની દુનિયા જોઈને લોકો અવાચક રહી ગયાં હતાં. જેમાં ઉડતાં પહાડો, ઉડતા ઘોડા અને ઉડતાં ડ્રેગન જોવા મળ્યાં હતાં.
ત્યાર પછી આવેલી ‘અવતારઃધ વોટર વે’માં પેન્ડોરાની દરિયાઈ સૃષ્ટિની અલગ દુનિયા જોવા મળી. હવે તેની ત્રીજી ફિલ્મ ‘અવતારઃ ફાયર એન્ડ એશ’નું ટ્રેલર ‘ફેન્ટાસ્ટિક ફોરઃ ફર્સ્ટ સ્ટેપ’માં જોવા મળ્યું હતું. આ સાઇફાઇ ફિલ્મનું ટ્રેલર જોઈને જ તેની સુંદર દુનિયા, ફરી નવા વિલન સાથે જુના વિલન, માણસ અને પેન્ડોરાવાસીઓનો સંઘર્ષ અલગ રીતે જોવા મળશે.આ ટ્રેલરમાં હવે નવા વિન્ડ ટ્રેડર્સની ઝલક જોવા મળી છે, પેન્ડોરાના લોકો જેક સલી, નેયિત્રી અને નાવિ પરિવારના લોકો આ વખતે નાવી પ્રજાતિના જ ડાર્ક ફોર્સીસ સાથે લડશે.
આ ટ્રેલરમાં દેખાતાં ટ્લેલિમ ક્લેનના લોકો વિન્ડ ટ્રેડર્સ તરીકે પણ ઓળખાય છે, તેનાથી અવતારનાં બ્રહ્માંડમાં નવા પડકારો જોવા મળશે. આ હવામાં તરતાં લોકો મેડુસોઇડ્ઝ અને વિન્ડરેઝનો ઉપયોગ કરીને ઝડપથી હવામાં ગતિ કરતાં લોકો છે.
જેમ્સ કેમેરુન તેમને એવા નોમેડિક ટ્રેડર્સ સાથે સરખાવે છે, જેઓ ઊંટ પર સામાન લાદીને કબીલામાં ફરતાં હતાં, જેઓ મસાલા અને અન્ય સામગ્રીઓની લે-વેચ કરતા હતા. તેઓ નાણા તરીકે સતારે બીડ્ઝનો ઉપયોગ કરતાં હતાં.
કેમેરુનની આ ફિલ્મ ૧૯ ડિસેમ્બરે રિલીઝ થવાની છે, તેની પાસે ઘણી અપેક્ષાઓ છે, આગળની ફિલ્મે ગ્લોબલી ૨.૩ બિલિયનની કમાણી કરી હતી, ત્યારે હવે આ ફિલ્મ પણ બ્લોકબસ્ટર રહે એવી આશા અને અપેક્ષા છે.SS1MS