પ્રભાસની ‘રાજાસાબ’માં સંજય દત્ત વૃદ્ધ દાદાનો રોલ કરશે

મુંબઈ, સંજય દત્ત અલગ અલગ પ્રકારના રોલ કરવા માટે જાણીતો છે, તેણે કોમેડી, એક્શન, વિલનના પછી તે આજના જમાનાના વિલન હોય કે પછી કોઈ ઐતિહાસિક મુગલ, તેણે વિવિધ પ્રકારના રોલ કર્યા છે.
છેલ્લાં કેટલાંક સમયથી હવે તે સાઉથની ફિલ્મોમાં પણ કામ કરી રહ્યો છે. હવે તે પ્રભાસની ફિલ્મ ‘ધ રાજાસાબ’માં જોવા મળશે. સંજુ બાબાનો મંગળવારે જન્મદિવસ હતો ત્યારે આ આવનારી હોરર કોમેડી ફિલ્મ ‘ધ રાજા સાબ’માંથી સંજ દત્તનો પહેલો લૂક જાહેર કરવામાં આવ્યો છે. જેમાં સંજય દત્ત એક મજબુત પાત્ર કરવાનો હોવાનો અંદાજ આવે છે.
એક ઘરડા માણસના રોલમાં એ પ્રભાસના દાદા તરીકે જોવા મળશે.આ પોસ્ટરમાં સંજય દત્ત પરંપરાગત લાંબા કપડામાં જોવા મળે છે, જેના ગ્રે વાળ હવામાં ઉડે છે અને તેની જાડી મૂછો દેખાય છે. સંજય દત્ત આ પહેલાં ‘કેજીએફ ૨’માં પણ મજબુત રોલ કરી ચૂક્યો છે.
આ ફિલ્મમાં તેનો લૂક ડરામણો છે અને તે અંધારિયા રૂમમાં બેઠો હોય એવું લાગે છે. ફિલ્મની ટીમે આ પોસ્ટર શેર કરતા કૅપ્શનમાં લખ્યું છે, “ટીમ રાજા સાબ પાવરહાઉસ અને વર્સેટાઈલ સંદુ બાબાને જન્મ દિવસની શુભેચ્છાઓ આપે છે.
જન્મ દિવસની શુભેચ્છા. ૫ ડિસેમ્બરે થિએટરમાં તમને હચમચાવી નાખે એવી ડરામણી હાજરી જોવા માટે તૈયાર થઈ જાઓ.”આ ફિલ્મ મારુથી દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે અને તેમાં પ્રભાસ તેમજ નિધિ અગ્રવાલ લીડ રોલમાં છે, તેની સાથે માલવિકા મોહનન અને રિદ્ધિ કુમાર પણ મહત્વના રોલમા છે. આ ફિલ્મમાં પ્રભાસ ડબલ રોલમા છે, જે પિતા અને પુત્ર બંનેનો રોલ કરશે. આ ફિલ્મ તેલુગુ, હિન્દી, તમિલ, કન્નડા અને મલયાલમ ભાષામાં રિલીઝ થશે.SS1MS