અમિતાભ બચ્ચને બેન સ્ટોક્સને ટ્રોલ કરી નાખ્યો

મુંબઈ, અમિતાભ બચ્ચનનો ક્રિકેટ પ્રેમ તો જગજાહેર છે, ભારતની કોઈ પણ મેચ વખતે તેઓ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા અભિનંદન આપે છે, અથવા તો પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતા હોય છે. પરંતુ આ વખતે તેમણે એક એવી પોસ્ટ કરી છે, જેનો કોઈને અંદાજ પણ નહોતો. તાજેતરમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ ક્રિકેટ મેચ ડ્રો થઈ પછી એક ઘટના ચર્ચામાં આવી હતી.
જેમાં ઇંગ્લેન્ડની ટીમના કૅપ્ટન બેન સ્ટોક્સે ઇન્ડિયન ટીમને ડ્રો ઓફર કર્યાે, હોવાની ચર્ચા હતી. અમિતાભ બચ્ચને આ ઘટનાનો પ્રતિભાવ આપતા એક પોસ્ટ કરી હતી.
રીચર્ડ કેટલબરોની પોસ્ટ હતી, જેણે લખ્યું હતું, “બેન સ્ટોક્સ ઓફર્સ ડ્રો – ઇન્ડિયા ડિનાઇઝ એન્ડ કન્ટિન્યુઝ ટુ બેટ – વોટ્સ યોર ટેક ઓ ધિસ” અમિતાભ બચ્ચને આ પોસ્ટને રીટ્વીટ કરીને લખ્યું હતું,“ટેક!? એરે ગોરે કો ટિકા (ટિકા સોરી ટાયકા(ભુંસી નાંખવું))દિયા રે.” અમિતાભ બચ્ચન કટાક્ષ અને રમુજપૂર્વક માર્મિક રીતે પોતાની વાત કહેવા માટે જાણીતા છે.
આ પોસ્ટમાં મજાક તો ઉડાવી જ હતી સાથે તેમણે શબ્દની રમત પણ રમી હતી. તેમણે શબ્દની રમત રમતા અંગ્રેજીમાં ખાસ કરીને બ્રિટિશ ઇંગ્લિશમાં કોઈને બિલકુલ ભુંસી નાંખવું એવો અર્થ થાય છે. આ પોસ્ટ કરતાં જ તેમના ફોલોવર્સને મજા કરાવી દીધી હતી.
ઘટના એવી હતી કે માન્ચેસ્ટર ટેસ્ટના પાંચમા દિવસે લગભગ ૧૫ ઓવર બાકી હતી, ત્યારે બેન સ્ટોક્સે આ મૅચ ઝડપથી પુરી કરવા રવિન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદર સાથે હાથ મિલાવ્યા હતા. પરંતુ આ બંને ક્રિકેટરે બેટિંગ ચાલુ રાખી હતી.SS1MS