Western Times News

Gujarati News

સલમાન ખાન ૧૧ વર્ષ મોટી આ એક્ટ્રેસના પ્રેમમાં પડ્યો હતો

મુંબઈ, અભિનેતા સલમાન ખાનની ચર્ચા તેની ફિલ્મો કરતા તેના અંગત જીવનને લઈને થતી હોય છે. ૫૯ વર્ષની ઉંમરમાં પણ સલમાન કુંવારો છે, હવે તેના મનમાં લગ્ન કરવાનો કોઈ વિચાર નથી. એવું નથી કે સલમાને પહેલા પણ લગ્ન કરવા વિશે વિચાર્યું ન હોય. એવી ચર્ચા છે કે સલમાનના લગ્ન સંગીતા બિજલાની સાથે થતા થતા રહી ગયા. લગ્નના કાર્ડ પણ છપાઈ ગયા હતા.

લગ્નની તૈયારી પણ થઈ ગઈ હતી. પણ નસીબ સામે કોઈનું ન ચાલે. લગ્નના અમુક દિવસો પહેલા સંગીતા અને સલમાનનું બ્રેકઅપ પણ થઈ ગયું. પણ ઘણા ઓછા લોકો જાણતા હશે કે સલમાને સંગીતા સાથે લગ્ન કરતાં પહેલાં બોલિવૂડની દિગ્ગજ અને ઉંમરમાં એક્ટ્રેસ સાથે પણ લગ્ન કરવાનો વિચાર કર્યાે હતો. સલમાને તો તેની નાની ઉંમરમાં જ લગ્ન કરવાનો વિચાર કરી લીધો હતો. તેને અભિનેત્રી રેખા સાથે પ્રેમ થઈ ગયો હતો. રોજ સલમાન તેની સાયકલ પર અભિનેત્રીની પાછળ-પાછળ ફરતો હતો.

સલમાનની આ પોલ ખૂદ રેખાએ ખોલી હતી. જણાવી દઈએ કે રિયાલિટી શો બિગબોસના સેટ પર રેખાએ જણાવ્યું હતું કે, સલમાન તેની સાથે લગ્ન કરવા માગે છે.

જ્યારે રેખાએ સલમાનની આ પોલ ખોલી ત્યારે સલમાન શરમાઈ ગયો હતો.સોશિયલ મીડિયા પર હાલમાં એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયો ક્લિપ બિગબોસ સિઝન ૮ની છે, જ્યારે આ શોમાં અભિનેત્રી રેખા આવી હતી. અભિનેત્રીએ જણાવ્યું હતું કે કેવી રીતે સલમાન તેની પર ફિદા થયો હતો. ત્યારે સલમાન ૬ થી ૭ વર્ષના હતા.

ક્લિપમાં રેખા કહે છે કે જ્યારે હું વહેલી સવારે વાક પર જતી હતી ત્યારે સલમાન મારી આગળ પાછળ સાયકલ લઈને ફરતો. સલમાન ત્યારે ૬ કે ૭ વર્ષનો હશે. તેણે ખબર જ નહોતી કે તે સમયે તેને મારી સાથે પ્રેમ થઈ ગયો હતો. તે ઘરે જઈને કહેતો કે હું આ અભિનેત્રી સાથે લગ્ન કરીશ. સલમાન ખાન હંમેશાથી રેખાને ખૂબ પસંદ કરતો આવ્યો છે. એટલી તે તેની આદર પણ રાખે છે.

સલમાનની પહેલી ફિલ્મમાં પણ રેખા સાથે હતી. તેને રેખાની ફિલ્મ ‘બીબી હો તો એસી’માં સાઈડ રોલ પ્લે કર્યાે હતો. સલમાને ફિલ્મમાં રેખાના દેવરનું પાત્ર ભજવ્યું હતું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.