Vi એ અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં 5G સર્વિસીઝ શરૂ કરી

અમદાવાદ, અગ્રણી ટેલિકોમ ઓપરેટર Vi એ કાલથી ગુજરાતના ચાર શહેરો અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં તેની 5G સર્વિસીઝ શરૂ થઈ રહી હોવાની આજે જાહેરાત કરી હતી. આ વિસ્તરણ Vi એ જ્યાં 5G સ્પેક્ટ્રમ મેળવ્યું છે તેવા તેના 17 પ્રાયોરિટી સર્કલ્સમાં 23 શહેરોમાં 5G સર્વિસ શરૂ કરવાની વર્તમાન કામગીરીનો ભાગ છે.
Vi 5G આવતીકાલથી છત્રપતિ સંભાજીનગર, નાસિક, કોઝિકોડ અને મલપ્પુરમ સહિતના ચાર અન્ય શહેરોમાં પણ કાર્યરત થશે. આ અગાઉ Vi એ મુંબઈ, દિલ્હી-એનસીઆર, બેંગ્લોર, મૈસુર, નાગપુર, ચંદીગઢ, જયપુર, સોનીપત અને પટણા સહિતના નવ શહેરોમાં 5G સર્વિસીઝ શરૂ કરી દીધી છે.
અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં 5G એનેબલ્ડ ડિવાઇસીસ ધરાવતા Vi ના યુઝર્સ આવતીકાલથી Vi 5G સર્વિસીઝ મેળવવાનું શરૂ કરી શકશે. પ્રારંભિક ઓફર તરીકે Vi રૂ. 299થી શરૂ થતા પ્લાન્સ પર યુઝર્સને અનલિમિટેડ 5G ડેટા આપી રહી છે. ગ્રાહકો હવે હાઇ-ડેફિનિશન સ્ટ્રીમિંગ, ગેમિંગ, વીડિયો કોન્ફરન્સિંગ, ઝડપી ડાઉનલોડ્સ અને રિયલ ટાઇમ ક્લાઉડ એક્સેસ માણી શકશે.
આ લોન્ચ અંગે વોડાફોન આઈડિયાના ગુજરાત બિઝનેસ હેડ નવીન સિંઘવીએ જણાવ્યું હતું કે “અમે અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં Vi 5G શરૂ કરી રહ્યા છીએ ત્યારે ગુજરાતના ચાર મુખ્ય શહેરોમાં ભવિષ્યની કનેક્ટિવિટી રજૂ કરતા રોમાંચ અનુભવીએ છીએ. અમારી મજબૂત 4G સર્વિસીઝ ઉપરાંત અમારી નેક્સ્ટ-જેન 5G સર્વિસીઝ સાથે અમારો ઉદ્દેશ અમારા યુઝર્સને વધુ સારો અનુભવ અને વધુ વિકલ્પો પૂરો પાડવાનો છે. અમે વધી રહેલી માંગ તથા 5G હેન્ડસેટ્સ અપનાવવાના પ્રમાણને ધ્યાનમાં રાખીને સમગ્ર ગુજરાતમાં અમારી 5G હાજરી તબક્કાવાર વધારવા માટે પ્રતિબદ્ધ છીએ.”
ગુજરાતમાં વધુ સારા 5G અનુભવ સુનિશ્ચિત કરવા માટે Vi એ નેટવર્ક પર્ફોર્મન્સને ઓટોમેટિકલી ઓપ્ટિમાઇઝ કરવા માટે આધુનિક, ઊર્જા-કાર્યક્ષમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા તેમજ એઆઈ-પાવર્ડ સેલ્ફ-ઓર્ગેનાઇઝિંગ નેટવર્ક્સ (એસઓએન)નો અમલ કરવા માટે નોકિયા અને એરિક્સન સાથે ભાગીદારી કરી છે.
તેના 5G સર્વિસીઝના પ્રારંભની સાથે સાથે Vi એ વધુ સારા કવરેજ, ઝડપી ડેટા સ્પીડ અને એકંદરે શ્રેષ્ઠ યુઝર અનુભવ આપવા માટે ગુજરાતમાં તેના 4G નેટવર્કને પણ નોંધપાત્ર રીતે અપગ્રેડ કર્યું છે. માર્ચ, 2024થી તેણે 6,300થી વધુ સાઇટ્સ પર 900 MHz સ્પેક્ટ્રમ સફળતાપૂર્વક લાગુ કર્યું છે તથા 1,100થી વધુ સાઇટ્સ પર 900 MHz સ્પેક્ટ્રમ કેપેસિટી અપગ્રેડ કરી છે જેથી ઇનડોર કવરેજ વધુ મજબૂત બનાવી શકાય. Vi એ 4,900થી વધુ સાઇટ્સ પર 2100 MHz સ્પેક્ટ્રમ પણ ઉમેર્યા છે.
આ ઉપરાંત, સમગ્ર રાજ્યમાં 1,500+થી વધુ નવી સાઇટ્સ ઉમેરવામાં આવી છે. નેટવર્કમાં આ વધારો એપ્રિલ 2024થી જૂન, 2025ના 15 મહિનાના ગાળામાં હાથ ધરવામાં આવ્યો હતો જેનાથી ગુજરાતમાં ક્ષમતામાં 35 ટકાનો વધારો થયો છે જે શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં સાતત્યપૂર્ણ અને ઉચ્ચ ગુણવત્તાની કનેક્ટિવિટી માટે Vi ની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
ગ્રાહકો તથા વ્યવસાયોની બદલાતી ડિજિટલ જરૂરિયાતોને પહોંચી વળે તેવા ભવિષ્ય માટેના તૈયાર નેટવર્ક ઊભા કરવા માટે Vi પ્રતિબદ્ધ રહે છે. ઉપલબ્ધતા, કિંમતો અને સપોર્ટેડ ડિવાઇસીસ વિશે વધુ માહિતી મેળવવા માટે, મુલાકાત લોઃ https://www.myvi.in/5g-network