Western Times News

Gujarati News

કોણ છે ઝારખંડની સમા પરવીન? જેની ધરપકડ ગુજરાત ATSએ બેંગલુરુથી કરી

અમદાવાદના ફતેહવાડીથી મોહમ્‍મદ ફરદીન અને અરવલ્લી જિલ્લાના મોડાસાથી સેફુલ્લા કુરેશીને તાજેતરમાં ઝડપી પાડવામાં આવ્‍યા હતા જેની બાતમીના આધારે સમા પરવીનની ધરપકડ કરાઈ

અમદાવાદ, ગુજરાત એન્‍ટી-ટેરરિસ્‍ટ સ્‍ક્‍વોડ (ATS) એ આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં વધુ એક મોટી સફળતા મેળવી છે. ATSએ અલકાયદા સાથે સંકળાયેલી ૩૦ વર્ષીય મહિલા સમા પરવીનની બેંગલુરુથી ધરપકડ કરી છે.

Gujarat ATS arrested Sama Parveen (30) from Bengaluru for Al-Qaeda links

જે મૂળ ઝારખંડની છે અને હાલમાં બેંગલુરુના હેબ્‍બલ વિસ્‍તારમાં તેના ભાઈ સાથે રહે છે, જે એક ખાનગી કંપનીમાં કામ કરે છે. પરવીન પર ઓનલાઈન પ્‍લેટફોર્મ્‍સ પર જેહાદી ષડયંત્ર રચવાનો અને દેશવિરોધી વીડિયો અપલોડ કરીને યુવાનોને જેહાદી કળત્‍ય માટે ઉશ્‍કેરવાનો આરોપ છે, જે તેણે કબૂલ્‍યું હોવાનું જાણવા મળ્‍યું છે. ATS દ્વારા સમા પરવીન પાસેથી મહત્‍વપૂર્ણ પુરાવા અને ડિજિટલ ડેટા પણ કબજે કરવામાં આવ્‍યો છે.

શમાના મોબાઇલમાંથી 3 સોશિયલ મીડિયા એકાઉન્ટ મળ્યાં છે. એમાં અનેક લોકો આ વિચારધારાના હોવાનું નક્કી થયા બાદ તેને જોડવાની કામગીરી કરતી હતી. આ ગ્રુપમાં પણ શમા પરવીન એડ કરવાનો નિર્ણય લેતી હતી. માત્ર એટલું જ નહીં, ગ્રુપની ગતિવિધિ અને આગળની કામગીરી નક્કી કરતી હતી. મહિલા સંગઠન ચલાવતી હોવાનું ઓછા કિસ્સામાં સામે આવ્યું છે.

તપાસમાં સામે આવ્‍યું છે કે સમા પરવીન ૨૩ જુલાઈએ ઝડપાયેલા ચાર આતંકવાદીઓ સાથે પણ સંપર્કમાં હતી. સૂત્રોના જણાવ્‍યા અનુસાર, ગુજરાત ATSના અધિકારીઓ શમાની પ્રવળત્તિઓ પર બારીકાઈથી નજર રાખી રહ્યા હતા. સમા પરવીન સોશિયલ મીડિયા અને કેટલીક શંકાસ્‍પદ એપ્‍લિકેશન દ્વારા અલકાયદાની વિચારધારા સાથે જોડાઈ હતી અને તેને ફેલાવવા સુધીની ગતિવિધિઓમાં સક્રિય હતી.

એવી પણ આશંકા છે કે સમા પરવીન કેટલાક લોકોને સંગઠનમાં જોડીને કોઈ મોટા ષડયંત્રનો પ્‍લાન ઘડવાની તૈયારી કરી રહી હતી. ગુજરાત ATS હાલ સમા પરવીન પાસેથી વધુ માહિતી મેળવવા માટે ઊંડાણપૂર્વક પૂછપરછ કરી રહી છે, જેથી આતંકવાદી નેટવર્કના અન્‍ય સભ્‍યો અને તેમના સંભવિત ષડયંત્રોનો પર્દાફાશ કરી શકાય. આ ધરપકડ ગુજરાત ખ્‍વ્‍લ્‍ની આતંકવાદ સામેની ઝુંબેશમાં વધુ એક મોટી સફળતા પ્રાપ્ત થઇ છે.

ગુજરાત ATSની ટીમે ૨૩ જુલાઇએ અલકાયદા AQIS સાથે જોડાયેલા ચાર લોકોની ધરપકડ કરી હતી. મળતી માહિતી પ્રમાણે, ઝડપાયેલા ચાર આતંકવાદીઓમાંથી બેની ગુજરાતમાંથી એકની દિલ્‍હીમાંથી અને એકની નોઇડામાંથી ધરપકડ કરવામાં આવી હતી. જેમાં બનાવટી નોટ રેકેટના ૧ આરોપીની પણ ધરપકડ કરાઈ હતી. વોટ્‍સએપ ગ્રૂપ પર ચેટિંગ કરીને તેઓ બાકી લોકોને પણ જોડતા હતા.

ગુજરાત ATSની ટીમ લાંબા સમયથી આ લોકો પર વોચ રાખી રહી હતી. ગુજરાત ATSએ સોશિયલ મીડિયાના માધ્‍યમ થકી અલકાયદાની વિચારધાર ફેલાવનારા ચાર આરોપીની ધરપકડ કરી હતી. જેમાં દિલ્‍હીથી ફરાસખાના ખાતે રહેતો મોહમ્‍મદ ફૈક, નોઈડાના સેક્‍ટર ૬૩ થી ઝીશાન અલી, અમદાવાદના ફતેહવાડીથી મોહમ્‍મદ ફરદીન અને અરવલ્લી જિલ્લાના મોડાસાથી સેફુલ્લા કુરેશીને ઝડપી પાડવામાં આવ્‍યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.