સોનાના ભાવ વધતાં મોટાભાગના ભારતીયોએ હોમ લોકર્સ અપનાવ્યાઃ ગોદરેજ સર્વે

– 83 ટકા ભારતીયો કિંમતી વસ્તુઓને સુરક્ષિત રાખવા પ્રાધાન્ય આપે છે, જે રોજિંદા સુરક્ષાની આદતોમાં પરિવર્તનનો સંકેત આપે છે.
– સોનાના ભાવમાં વધારો નોંધાતાં સુરક્ષામાં પરિવર્તન આવ્યું, ઘરમાં લાંબા ગાળાના રક્ષણ માટે સુરક્ષિત, ડિઝાઇન-આધારિત ઉકેલોની માગ વધી.
ભારત, 30 જુલાઈ, 2025: ગોદરેજ એન્ટરપ્રાઈઝિસ ગ્રૂપના સિક્યોરિટી સોલ્યુશન્સ બિઝનેસે તેના હેપ્પીનેસ સર્વેમાં અમુક મહત્ત્વના તારણો મેળવ્યા છે. જેમાં જાણવા મળ્યું છે કે, 83 ટકા ભારતીયો પોતાની કિંમતી વસ્તુઓની સુરક્ષાને મહત્ત્વ આપી રહ્યા છે. જવાબદારીની આ વિકસી રહેલી સમજણ દર્શાવે છે કે, સુરક્ષાનો વિચાર કેવી રીતે સાવચેતીમાંથી સભાન તૈયારીઓમાં તબદીલ થઈ રહ્યો છે. સોનામાં રોકાણને આજે પણ પ્રાધાન્ય અપાઈ રહ્યું છે. પરંતુ સુરક્ષામાં આવેલુ આ પરિવર્તન ભાવનાત્મક અને નાણાકીય સુરક્ષા વિશેની ઊંડી સમજણને પ્રતિબિંબિત કરે છે.
નોંધનીય છે, સર્વેમાં 51 ટકા લોકોએ વિશ્વસનીય હોમ લોકર્સને પ્રાધાન્ય આપ્યું છે. તેમના આ નિર્ણયમાં સોનાની સુરક્ષા મુખ્ય પરિબળ રહ્યું છે. પરિવારો સૌથી મહત્ત્વપૂર્ણ કિંમતી વસ્તુઓને સુરક્ષિત સંગ્રહિત કરવા માગે છે. જેથી હોમ લોકર્સની માગ મજબૂતપણે વધી રહી છે. હોમ લોકર્સ વિશ્વાસ, વિશ્વસનીયતા અને ડિઝાઇન પર આધારિત હોમ લોકર્સ મોર્ડન લિવિંગ સ્પેસમાં એકીકૃત થાય છે.
આ અંગે ગોદરેજ એન્ટરપ્રાઈઝિસ ગ્રુપના સિક્યોરિટી સોલ્યુશન્સ બિઝનેસના બિઝનેસ હેડ શ્રી પુષ્કર ગોખલેએ જણાવ્યું હતું કે, “જેમ જેમ સોનાની કિંમતો ઊંચકાઈ રહી છે. તેમ ગ્રાહકોની પસંદગીઓને પણ નવો આકાર મળ્યો છે. જે વ્યક્તિની સંપત્તિનું રક્ષણ કરવાની જવાબદારીના નવા યુગને વેગ આપે છે. અમારા સર્વેના તારણો બદલાઈ રહેલી માનસિકતાની ખાતરી કરે છે, હવે લોકો માત્ર સંપત્તિમાં નહીં, પરંતુ તેના સંરક્ષણ માટે પણ રોકાણ કરી રહ્યા છે. આ ઉભરતો ટ્રેન્ડ અમારા જેવી બ્રાન્ડ્સ માટે મહત્ત્વાકાંક્ષા અને સુનિશ્ચિતતાઓને જોડતી એક અનોખી તક રજૂ કરે છે. જે ગ્રાહકની જરૂરિયાતોને અનુરૂપ ઉકેલો પ્રદાન કરે છે. અમારો ઉદ્દેશ હોમ લોકર કેટેગરીમાં ઉદ્દેશ અને વિશ્વસનીયતાના માપદંડો સાથે 85 ટકા ઘરોને આવરી લેવાનો છે. વિશ્વાસના રક્ષક તરીકે અમારો ઉદ્દેશ એ સુનિશ્ચિત કરવાનો છે કે દરેક ભારતીય પોતાની મહત્વપૂર્ણ બાબતોનું, મનની શાંતિ, ગૌરવ અને વારસાનું રક્ષણ કરી શકે.”
6Wresearch અનુસાર, આ પરિવર્તનને ટેકો આપતાં ભારતના સ્માર્ટ લોકર્સ માર્કેટ સતત વિકસી રહ્યું છે. જે 2030 સુધી 11.8%ના CAGR પર ગ્રોથ હાંસલ કરવાનો અંદાજ છે. આ ગ્રોથ ફક્ત ટેકનોલોજીમાં પ્રગતિ જ નહીં, પરંતુ ઇ-કોમર્સના ઝડપી વિકાસ સહિત વ્યાપક ગ્રાહક પરિવર્તનનું પરિણામ છે. તે ઘરના માહોલમાં સુરક્ષિત સ્ટોરેજ ઉકેલો વિશે વધતી જતી જાગૃતિને પ્રતિબિંબિત કરે છે.
ગ્રાહક સ્તરે, વ્યક્તિગત સુરક્ષાને ફરીથી વ્યાખ્યાયિત કરવામાં આવી રહી છે. લોકર્સ હવે ફક્ત સુરક્ષાના સાધનો નથી રહ્યા, પરંતુ તે આધુનિક ઘરનો એક હિસ્સો બની રહ્યા છે, ખાસ કરીને શહેરી અને ટીઅર-2 શહેરોમાં, જ્યાં ડિઝાઇન પ્રત્યે સભાન ગ્રાહકો સુંદરતા અને ચોક્સાઈ વચ્ચે સંતુલન શોધે છે.
સ્પેસ ઑપ્ટિમાઇઝેશનથી માંડી લાગણીને દર્શાવતાં પરિવારો આજે લોકર્સમાં સક્રિયપણે રોકાણ વધારી રહ્યા છે જે તેમની વિકસતી જરૂરિયાતોને પૂર્ણ કરતાં રોજિંદા જીવનમાં એકીકૃત રીતે ભળી જાય છે.
ગ્રાહક-પ્રથમ અભિગમ સાથે ગોદરેજ સિક્યોરિટી સોલ્યુશન્સ બિઝનેસ આધુનિક ઘરની મજબૂતાઈ, ડિઝાઈન અને ઈનોવેશનને આવરી લેતી જરૂરિયાતોને પહોંચી વળવા વ્યાપક પોર્ટફોલિયો સાથે હોમ લોકર કેટગેરીમાં વિસ્તરણ કરી રહી છે. વિશ્વાસ અને સુલભતા પર ફોકસ કરતાં કંપની મોટાભાગના ભારતીયોને સુરક્ષા પ્રદાન કરવા પ્રતિબદ્ધ છે.