Western Times News

Gujarati News

ભારતીય રેલવેની કવચ 4.0 સિસ્ટમ દિલ્હી-મુંબઈ રૂટના મથુરા-કોટા સેક્શન પર શરૂ કરવામાં આવી

ભારતીય રેલવેની કવચ 4.0 સિસ્ટમની પ્રગતિ-• આ સિસ્ટમ Safety Integrity Level 4 (SIL-4) પર ડિઝાઇન કરવામાં આવી છે, જે સલામતી માટે સૌથી ઊંચો સ્તર છે.

ભારતીય રેલવે દ્વારા દેશી રીતે વિકસાવવામાં આવેલી રેલવે સુરક્ષા સિસ્ટમ કવચ 4.0 હમણાંજ ઉચ્ચ ઘનતાવાળા દિલ્હી-મુંબઈ રૂટના મથુરા-કોટા સેક્સનમાં કાર્યરત કરવામાં આવી છે. આ રેલવે સુરક્ષા સિસ્ટમ ની આધુનિકીકરણ તરફ એક મહત્વપૂર્ણ પગલું છે.

રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવએ જણાવ્યું હતું: “રેલવે દ્વારા કવચ ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમનું સ્વદેશી ડિઝાઇન, વિકાસ અને ઉત્પાદન કરવામાં આવ્યું છે. આ પ્રેરણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ‘આત્મનિર્ભર ભારત’ના વિઝનમાંથી લેવામાં આવી છે. કવચ 4.0 એ એક ટેક્નોલોજીથી ભરપૂર સિસ્ટમ છે. તેને RDSO દ્વારા જુલાઈ 2024માં મંજૂરી આપવામાં આવી છે. ઘણાં વિકસિત દેશોએ આવી ટ્રેન સુરક્ષા સિસ્ટમ ઓ વિકસાવવા અને અમલમાં મૂકવા માટે 20–30 વર્ષ લીધાં છે. જ્યારે કોટા-મથુરા વિભાગમાં કવચ 4.0નું કાર્યાન્વયન ખૂબ જ ઓછી અવધિમાં પૂર્ણ થયું છે. આ એક મહાન સિદ્ધિ છે.”

આઝાદી પછીના છેલ્લા 60 વર્ષોમાં ભારતમાં આંતરરાષ્ટ્રીય સ્તરની આધુનિક ટ્રેન સુરક્ષા સિસ્ટમ ઓ સ્થાપિત કરવામાં આવી ન હતી. હવે મુસાફરોની અને ટ્રેનોની સલામતી માટે કવચ સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે.

ભારતીય રેલવે આગામી 6 વર્ષની ટૂંકી અવધિમાં સમગ્ર દેશમાં કવચ 4.0 કાર્યાન્વિત કરવા માટે તૈયારીઓ કરી રહી છે. અત્યાર સુધીમાં 30,000થી વધુ લોકોને કવચ પર તાલીમ આપવામાં આવી છે. IRISET (Indian Railway Institute of Signal Engineering and Telecommunications) એ 17 AICTE માન્ય ઈજનેરી કોલેજો અને યુનિવર્સિટીઓ સાથે MoU કર્યા છે જેથી કવચને તેમના B.Tech કોર્સમાં સામેલ કરી શકાય.

કવચ પાઇલટને ટ્રેનની ગતિ જાળવવામાં સહાયરૂપ થશે અને જરૂર પડે ત્યારે બ્રેક આટોમેટિક લાગશે. ધુમ્મસ જેવી અસ્પષ્ટ દ્રશ્યતા ધરાવતી પરિસ્થિતિઓમાં પાઇલટને બહાર જોયા વગર કેબિનમાં જ ડેશબોર્ડ પર સિગ્નલની જાણકારી મળશે.

કવચ શું છે?
• કવચ એ દેશી રીતે વિકસાવેલી ટ્રેન સુરક્ષા સીસ્ટમ છે, જે ટ્રેનની ગતિ પર નજર રાખીને અકસ્માતોને અટકાવવાનો ઉદ્દેશ ધરાવે છે.
• આ સિસ્ટમ Safety Integrity Level 4 (SIL-4) પર ડિઝાઇન કરવામાં આવી છે, જે સલામતી માટે સૌથી ઊંચો સ્તર છે.
• કવચનો વિકાસ 2015માં શરૂ થયો હતો અને સિસ્ટમને 3 વર્ષથી વધુ સમય સુધી પરીક્ષણ કરવામાં આવ્યું.
• ટેકનિકલ સુધારાઓ બાદ તે દક્ષિણ મધ્ય રેલવે (SCR) પર સ્થાપિત કરવામાં આવી હતી અને પ્રથમ ઓપરેશનલ પ્રમાણપત્ર 2018માં અપાયું.
• SCRમાંથી મળેલા અનુભવના આધારે કવચ 4.0 વિકસાવવામાં આવ્યું. આ નવી આવૃત્તિ મે 2025માં મંજૂર કરવામાં આવી અને 160 કિ.મી./કલાક સુધીની ઝડપ માટે અનુરૂપ છે.

• કવચનાં તમામ પાર્ટસ દેશી રીતે ઉત્પાદિત થાય છે.

કવચની જટિલતા
કવચ એ અત્યંત જટિલ સિસ્ટમ છે. તેની સ્થાપના એટલું જ મુશ્કેલ કાર્ય છે જેટલું કે એક ટેલિકોમ કંપની સ્થાપિત કરવી.તેમાં નીચે મુજબના સબસિસ્ટમ સામેલ છે:

1. RFID ટૅગ્સ: દરેક 1 કિમી પર ટ્રેક સાથે લગાવવામાં આવે છે. દરેક સિગ્નલ પર પણ ટૅગ હોય છે. આ ટૅગ્સ ટ્રેનના ચોક્કસ સ્થાનની જાણકારી આપે છે.

2. ટેલિકોમ ટાવર્સ: ટ્રેકની લંબાઈ પર પ્રતિ કેટલાંક કિલોમીટરે ઓપ્ટિકલ ફાઇબર સાથે જોડાયેલ ટાવર્સ સ્થાપિત થાય છે. લોકો કવચ અને સ્ટેશન કવચએ ટાવર્સ દ્વારા સતત સંપર્કમાં રહે છે.

3. લોકો કવચ: આ ટ્રેનના અંદર લગાવવામાં આવે છે અને તે ટ્રેક પરના RFID ટૅગ્સ સાથે વાતચીત કરે છે. લોકોમોટિવના બ્રેકિંગ સિસ્ટમ સાથે જોડાયેલ હોવાથી ઇમર્જન્સીની પરિસ્થિતિમાં બ્રેક આટોમેટિક લાગશે.

4. સ્ટેશન કવચ: દરેક સ્ટેશન અને બ્લોક વિભાગમાં લગાવવામાં આવે છે. તે લોકો કવચ અને સિગ્નલ સિસ્ટમથી માહિતી મેળવે છે અને સુરક્ષિત ઝડપ માટે માર્ગદર્શન આપે છે.

5. ઓપ્ટિકલ ફાઇબર કેબલ (OFC): તમામ ઉપસિસ્ટમ ઓને હાઇ-સ્પીડ ડેટા કનેક્ટિવિટી માટે ટ્રેકની સાથે ફાઇબર નાખવામાં આવે છે.

6. સિગ્નલિંગ સિસ્ટમ: કવચની તમામ ઉપસિસ્ટમ ઓ – લોકો કવચ, સ્ટેશન કવચ, ટાવર્સ – સાથે સંકલિત રહે છે.
આ તમામ સિસ્ટમો મુશ્કેલ રીતે સ્થાપિત, ચકાસવામાં અને પ્રમાણિત કરવામાં આવે છે – તે પણ ત્યારે જ્યારે પેસેન્જર અને માલગાડીઓ સતત ચાલી રહી હોય.

કવચ પ્રગતિ

ક્રમ નં. વિવરણ પ્રગતિ
1 ઓપ્ટિકલ ફાઇબર નાખવામાં આવ્યો. 5,856 કિમી
2 ટેલિકોમ ટાવર્સ ઇન્સ્ટોલ કર્યા 619
3 સ્ટેશનો પર કવચ સ્થાપિત કરવામાં આવ્યા 708
4 લોકોસ પર કવચ ઇન્સ્ટોલ કરેલ છે 1,107
5 ટ્રેકસાઇડ ઇક્વિપમેન્ટ ઇન્સ્ટોલ કર્યા છે 4,001 Rkm

ભારતીય રેલવે દર વર્ષે સુરક્ષાસંબંધિત પ્રવૃત્તિઓ માટે રૂ. 1 લાખ કરોડથી વધુનું રોકાણ કરે છે. કવચ એ મુસાફરો અને ટ્રેનોની સુરક્ષા વધારવાના અનેક પગલાંઓમાંથી એક મહત્વપૂર્ણ પહેલ છે. કવચમાં થયેલી પ્રગતિ અને તેની ઝડપી અમલનીતી ગતિ, રેલવે સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ભારતીય રેલવેની પ્રતિબદ્ધતાને સ્પષ્ટ રૂપે દર્શાવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.