કેટી પેરી કેનેડાના પૂર્વેં સ્ટ›ડો એક સાથે રેસ્ટોરન્ટમાં જોવા મળ્યાં

મોન્ટ્રિયલ, અમેરિકાની વિખ્યાત ગાયિકા કેટી પેરી કેનેડાના પૂર્વ વડાપ્રધાન જસ્ટિન ટ્›ડોની સાથે મોન્ટ્રિયલની એક રેસ્ટોરન્ટમાં ડિનર કરતી જોવા મળી છે. ૨૮મી જુલાઈની રાત્રે મોન્ટ્રિયલ સ્થિત ‘લે વાયલોન’ રેસ્ટોરન્ટમાં બંને નજરે પડ્યા હતા.
બંનેની મુલાકાતનો એક વીડિયો પણ ઈન્ટરનેટ પર છવાઈ ગયો છે. જેમાં કેટી પેરી અને ટ્›ડો એક જ ટેબલ પર એકબીજાની સાથે આમને-સામને બેસીને વાતો કરી રહ્યા છે. તાજેતરમાં કેટી પેરીના પોતાના ફિયાન્સ ઓરલેન્ડો બ્લૂમની સાથે છેલ્લા ૯ વર્ષના સંબંધ તૂટી ગયા છે, અને આ દરમિયાન તેને એક દિકરી થઈ હતી.
આ પહેલા કેટી પેરીના પ્રથમ લગ્ન વર્ષ ૨૦૧૦માં બ્રિટિશ કોમેડિયન રસેલ બ્રાન્ડની સાથે થયા હતા, જે એક પરંપરાગત હિન્દુ વિધિ પ્રમાણે રાજસ્થાનના રણથંભૌરમાં સમારોહમાં થયા હતા. તેમના લગ્ન ૧૪ મહિના પછી ૨૦૧૧માં તૂટી ગયા હતા.બીજી તરફ, પૂર્વ વડાપ્રધાન જસ્ટિન ટ્›ડો પણ પોતાની પત્નીથી બે વર્ષ પહેલા એટલે કે ૨૦૨૩થી જ અલગ રહી રહ્યા છે.
હવે આ ડિનર ડેટની ઝલકની સાથે જ કેટી પેરી અને ટ્›ડો એક સાથે રેસ્ટોરન્ટમાં જોવા મળતા ડેટિંગની અફવાએ જોર પકડ્યું છે. તાજેતરના દિવસોમાં કેટી પેરી કેનેડાની ટૂર પર છે, અને એ ઓટાવા અને મોન્ટ્રિયલમાં પરફોર્મ કરવા જઈ રહી છે.
‘ફાયરવર્ક’ સિંગર કેટી પેરી ઓરલેન્ડો બ્લૂમથી અલગ થયા પછીથી સિંગલ છે. જ્યારે જસ્ટિન ટ્›ડોએ ૧૮ વર્ષના લગ્નજીવન પછી ઓગષ્ટ ૨૦૨૩માં પત્ની સોફી ગ્રેગોઇરેથી છૂટાછેડાની જાહેરાત કરી હતી, તેમને ત્રણ બાળકો છે.SS1MS