શિક્ષક મહિલાની પુત્રીના બાળપણના સંઘર્ષથી આજે AI સ્ટાર્ટઅપના CEO સુધીની આ યુવતીની સફર

મે -2024ના રોજ તે યુવતી પાસે કુલ સંપત્તિ અંદાજીત 970 મિલિયન ડોલર (અંદાજે 8300 કરોડ રૂપિયા) છે
1993માં યુવતીએ અમેરિકાની ટોપ 10 યુનિવર્સિટીઓમાં અરજી કરી અને બધીમાં તેણી પસંદ થઈ, જેમાં હાર્વર્ડ, યેલ અને સ્ટેનફોર્ડનો સમાવેશ હતો. તેણે સ્ટેનફોર્ડમાં ભણવાનું પસંદ કર્યું,
અમેરિકાના એક નાના ગામમાં એક શિક્ષક મહિલા માર્ગારેટ મેયર તેની દિકરી સાથે સંઘર્ષમય જીવન જીવતી હતી, એક દિવસ માર્ગારેટની માતાને તેની પુત્રીએ કહ્યુ કે મારે એક કોમ્પ્યુટર શીખવા માટે જોઈએ છે, તેની માતા કહે છે બેટા દર મહિને મને જેટલા ડોલર પગાર મળે છે તેટલા ડોલરમાં 1 હજાર ડોલરનું કોમ્પ્યુટર લેવું શક્ય નથી. 1980ના દાયકામાં કોમ્પ્યુટરની કિંમત અંદાજીત 1000 ડોલરથી 2000 ડોલર જેટલી હતી.
તેની માતાને પુત્રી કહે છે, તું જ્યાં કામ કરવા જાય છે ત્યાં કોમ્પ્યુટર છે, તો ત્યાં તુ જો 2થી 3 કલાક વધારે કામ કરે તો તે દરમ્યાન હું કોમ્પ્યુટર થોડું શીખું. અને કોમ્પ્યુટર શિખવા માટે તેની ઈચ્છા જાગી.
એક નાનકડા અમેરિકન શહેર વૌસાઉમાં, 1975માં જન્મેલી મારિસા મેયરની કહાની શરૂ થાય છે. વિસ્કોન્સિનના આ નાના ગામમાં, તેના પિતા એન્વાયર્નમેન્ટલ એન્જિનિયર હતા અને માતા માર્ગારેટ મેયર આર્ટ ટીચર તરીકે કામ કરતી હતી, જે ઘરની જવાબદારીઓ પણ સંભાળતી હતી.
મારિસા બાળપણમાં અત્યંત શરમાળ હતી, જેને તે પોતે “પેઇનફુલી શાય” તરીકે વર્ણવે છે. તેના દાદા ક્લેમ મેયરને સાત વર્ષની ઉંમરે પોલિયો થયો હતો અને તેમણે જેક્સનના મેયર તરીકે 32 વર્ષ સુધી સેવા આપી હતી. આ પારિવારિક પ્રેરણા મારિસાને મજબૂતી આપતી હતી, પરંતુ તેની શરમાળતા તેને સાથીઓ વચ્ચે અલગ પાડતી હતી.
બાળપણમાં મારિસાના સંઘર્ષો અનેક હતા. તેને સાથી વિદ્યાર્થીઓ સાથે વાત કરવામાં મુશ્કેલી પડતી હતી. શાળામાં તે અભ્યાસમાં તેજસ્વી હતી, ખાસ કરીને ગણિત અને વિજ્ઞાનમાં. પરંતુ તેની શરમાળતા તેને અટકાવતી હતી. તેની માતા માર્ગારેટે આને સમજીને તેને વિવિધ પ્રવૃત્તિઓમાં ધકેલી. પિયાનોના પાઠ, બેલે ડાન્સ, આઇસ સ્કેટિંગ, વોલીબોલ, બાસ્કેટબોલ અને ડિબેટ ક્લબ – આ બધું તેની માતાએ તેને પ્રોત્સાહિત કર્યું.
માર્ગારેટે તેની પ્રગતિ માટે શાળામાં વારંવાર જઈને શિક્ષકોને મળતી હતી અને તેને સમર્થન આપતી હતી. આ માતાના સંઘર્ષો પણ ઓછા નહોતા. એક આર્ટ ટીચર અને હોમમેકર તરીકે, તેણે ઘર અને કાર્ય વચ્ચે સંતુલન જાળવવું પડ્યું, અને તેની પુત્રીની શરમાળતાને દૂર કરવા માટે અનેક પ્રયત્નો કર્યા. તેને ખબર હતી કે બેલે જેવી પ્રવૃત્તિઓ તેને આત્મવિશ્વાસ અને અનુશાસન શીખવશે. માર્ગારેટના આ અથાક પ્રયાસો મારિસાને નેતૃત્વની ક્ષમતા વિકસાવવામાં મદદ કર્યા.
હાઇસ્કૂલમાં મારિસાએ તેની શરમાળતા પર વિજય મેળવ્યો. તે સ્પેનિશ ક્લબની પ્રેસિડેન્ટ, કી ક્લબની ટ્રેઝરર અને ડિબેટ ટીમની કેપ્ટન બની. તેના મિત્ર અબીગેલ ગાર્વી વિલ્સને કહ્યું કે મારિસાએ પોમપોમ સ્ક્વોડમાં તેની પ્રતિભા, મહેનત અને ન્યાયીપણાથી સાથીઓને જીતી લીધા.
1993માં તેણે 10 યુનિવર્સિટીઓમાં અરજી કરી અને બધીમાં પસંદ થઈ, જેમાં હાર્વર્ડ, યેલ અને સ્ટેનફોર્ડનો સમાવેશ હતો. તેણે સ્પ્રેડશીટ બનાવીને સ્ટેનફોર્ડ પસંદ કર્યું, જ્યાં તે મગજના ડોક્ટર બનવા માંગતી હતી. પરંતુ ઇન્ટ્રોડક્ટરી કમ્પ્યુટર સાયન્સ ક્લાસે તેનું જીવન બદલી નાખ્યું, અને તેણે સિમ્બોલિક સિસ્ટમ્સમાં મેજર કર્યું.
સ્ટેનફોર્ડમાંથી ગ્રેજ્યુએટ થયા પછી, મારિસાને 14 જોબ ઓફર્સ મળી. 1999માં, એક ભૂલથી તેણે ગૂગલની રિક્રુટરનું ઇમેઇલ ખોલ્યું, જે તે ડિલીટ કરવા માંગતી હતી. આ આકસ્મિક ઘટનાએ તેને ગૂગલના 20મા કર્મચારી અને પ્રથમ મહિલા સોફ્ટવેર એન્જિનિયર બનાવી. ત્યારે ગૂગલ એક નાની સ્ટાર્ટઅપ હતી, પરંતુ મારિસાએ તેના પ્રોફેસરની સલાહ પર લેરી પેજ અને સર્ગેઇ બ્રિનને મળી અને જોડાઈ.
તેણે ગૂગલના સર્ચ ઇન્ટરફેસની ડિઝાઇનમાં મહત્વનું યોગદાન આપ્યું, જેમ કે સાદું હોમપેજ અને એડવર્ડ્સ. તેની વિગતો પર ધ્યાન અને નેતૃત્વે તેને પ્રોડક્ટ મેનેજરથી વાઇસ પ્રેસિડેન્ટ ઓફ સર્ચ પ્રોડક્ટ્સ એન્ડ યુઝર એક્સપિરિયન્સ બનાવી. તેણે એસોસિએટ પ્રોડક્ટ મેનેજર પ્રોગ્રામ શરૂ કર્યો, જેમાંથી બ્રેટ ટેલર જેવા નેતાઓ ઉભર્યા.
મારિસાની મુસાફરી 2012માં યાહૂની સીઇઓ બનવા સુધી પહોંચી, જ્યાં તેણે કંપનીને પુનર્જીવિત કરવાના પ્રયાસો કર્યા. પરંતુ તેની ગૂગલની સફર તેની માતાના સમર્થન અને તેના બાળપણના સંઘર્ષોનું પરિણામ હતી. તેની કહાની શીખવે છે કે શરમાળતા પર વિજય અને માતાના પ્રયત્નો સફળતાના માર્ગ ખોલે છે. આજે તે એઆઇ સ્ટાર્ટઅપ સનશાઇનની સીઇઓ છે, અને તેની જીવનયાત્રા અનેકને પ્રેરણા આપે છે. મે -2024ના રોજ તેની કુલ સંપત્તિ અંદાજીત 970 મિલિયન ડોલર છે.