Western Times News

Gujarati News

અભિનેતા કમલ હસન પોતાના પ્રોડક્શનની ફિલ્મ જ કરશે

મુંબઈ, કમલ હસન સાઉથના સિનેમાનો એક જાણીતો ચહેરો છે, એ બીજા કોઈના પ્રોડક્શનમાં કામ કરતો હોય એવું કદાચ ‘કલકી ૨૮૯૮ એડી-૨’માં આ છેલ્લી વખત બનશે. ૨૦૨૨માં કમલ હસનની ‘વિક્રમ’ રિલીઝ થઈ હતી, જે તેની કમબૅક સક્સેસ મનાતી હતી. આ ફિલ્મ ઘણી સારી ચાલી હતી અને વિવેચકોએ પણ વખાણી હતી. આ ફિલ્મ લગભગ ૪૦૦ કરોડની કમાણી સુધી પહોંચી ગઈ હતી.

તેના પછી કમલ હસને ‘અમારન’ પ્રોડ્યુસ કરી હતી, તે ઉપરાંત ‘ઇન્ડિયન ૨’ અને ‘ઠગ લાઇફ’ જેવી ફિલ્મમાં એક્ટિંગ પણ કરી હતી.સિવકાર્તિકેયનની ‘અમારન’ની કમાણી લગભગ ૩૦૦ કરોડ જેટલી રહી હતી, તેનાથી કમલ હસનની પ્રોડક્શન સ્ટાઇલનું અલગ સ્થાન પણ બન્યું હતું. આ ફિલ્મના યોગ્ય પ્રમોશન અને યોગ્ય ડિસ્ટ્રીબ્યુશનના કારણે આ ફિલ્મ સફળ થઈ હોવાનું મનાય છે.

પરંતુ ‘ઠગ લાઇફ’ પણ એ જ પ્રોડક્શન હાઉસ દ્વારા કો પ્રોડ્યુસ કરાઈ હતી, તે નબળાં સ્ક્રીનપ્લેના કારણે બોક્સ ઓફિસ પર પછડાઈ હતી. આ ફિલ્મ મણિ રત્નમ દ્વારા કો પ્રોડ્યુસ કરવામાં આવી હતી.

હવે એવા અહેવાલો છે કે કમલ હસન હવે માત્ર પોતાના પ્રોડક્શન હાઉસની ફિલ્મમાં જ કામ કરશે. જેમાં તેમને ભવિષ્યમાં સંપુર્ણ આઝાદી સાથે કામ કરવાની તક મળે. કમલ હસનનું લક્ષ્ય પ્રોડક્શન, પ્રમોશન અને ડિસ્ટ્રીબ્યુશન પર પોતાનું સંપુર્ણ નિયંત્રણ મેળવવાનું છે.

તેથી તેઓ હવે માત્ર પૅન ઇન્ડિયા ફિલ્મ ‘કલકી ૨૮૯૮ એડી-૨’માં જ કામ કરશે. જે કોઈ અન્ય પ્રોડક્શન હાઉસ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહી છે. આ ફિલ્મના પહેલા ભાગ માટે કમલ હસનને ૧૫૦ કરોડ જેવી મસમોટી ફી ચૂકવાઈ હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.