‘સૈયારા’એ ઇતિહાસ સર્જ્યાે, ગ્લોબલી ૪૦૦ કરોડની કમાણી

મુંબઈ, મોહિત સુરીની રોમેન્ટિક ફિલ્મ ‘સૈયારા’એ ગ્લોબલ બોક્સ ઓફિસ પર ઇતિહાસ સર્જ્યાે છે. આ ફિલ્મે ૧૧ દિવસની અંદર ગ્લોબલી ૪૦૦ કરોડની કમાણી કરી લીધી છે. તેનાથી તે ઇન્ડિયન સિનેમાના ઇતિહાસની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે.
અહાન પાંડે અને અનીત પડ્ડાની આ ફિલ્મે શાહિદ કપૂરની ‘કબીર સિંઘ’ને પણ પાછળ છોડી દીધી છે, જેણે ૩૭૯ કરોડની કમાણી કરી હતી, ત્યાર પછી આમિરની ‘સિતારેં ઝમીન પર’એ પણ ગ્લોબલી ૩૬૪ કરોડની કમાણી કરી છે.
‘સૈયારા’ની ટીમે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી, જેમાં લખાયું હતું કે, ‘વર્લ્ડ વાઇડ કુલ ૪૦૪ કરોડની કમાણી કરનારી ભારતીય સિનેમાના ઇતિહાસમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ.’આ આંકડાઓની ગણતરી કરવામાં આવે તો ભારતમાં આ ફિલ્મે ૩૧૮ કરોડની કમાણી કરી, તેમાંથી ૨૬૦૩૨૫ કરોડ માત્ર બોક્સ ઓફિસ પરથી મળ્યાં છે.
તેમજ વિદેશમાંથી ૮૬ કરોડ એટલે કે ૧૦.૦૧ મિલિયનની કમાણી કરી છે. ‘સૈયારા’ને ભારતમાં અદ્દભુત પ્રતિસાદ મળી રહ્યો છે, ફિલ્મે શરૂઆત જ મજબુત કરી હતી અને આગળ પણ તેણે સારું પ્રદર્શન કર્યું છે. બીજાં અઠવાડિયા દરમિયાન અને બીજા વીકેન્ડમાં પણ ફિલ્મ સારી ચાલી છે. ૧૨મા દિવસ પછી બોક્સ ઓફિસ પર ૨૬૬ કરોડની કમાણી કરી લીધી છે.
આ ફિલ્મે મોહિત સુરીની આગળની બધી જ ફિલ્મ ‘આશિકી ૨’, ‘મર્ડરર ૨’, ‘હાફ ગર્લફ્રેન્ડ’, ‘એક વિલન’ સહીતની ફિલ્મને પણ પાછળ રાખી દીધી છે. પહેલાં દિવસે જ આ ફિલ્મે ૨૧.૨૫ કરોડની કમાણી કરી લીધી હતી. ચાર દિવસની અંદર જ આ ફિલ્મે ૧૦૦ કરોડનું લક્ષ્ય પાર કરી લીધું હતું.SS1MS