Western Times News

Gujarati News

ભારતમાં વર્ષ 2025 સુધીમાં કેન્સરના કુલ કેસ વધીને 1.57 મિલિયન થવાનો અંદાજ

અપોલો કેન્સર સેન્ટર્સે ‘End-O Check’ લોંચ કર્યું – એન્ડોમેટ્રિયલ અને ઓવેરિયન કેન્સર માટે વહેલા સ્ક્રિનિંગ અને ડાયગ્નોસ્ટિક પ્રોગ્રામ

• End-O Check વિશેષ કરીને મેનોપોઝ આવ્યાં બાદ મહિલાઓમાં જોખમ-આધારિત તપાસ, ડાયગ્નોસ્ટિક ટેસ્ટિંગ અને લક્ષણોની તપાસ પ્રદાન કરશે

અમદાવાદ, 30 જુલાઇ, 2025: મહિલાઓ માટે પ્રિવેન્ટિવ ઓન્કોલોજીના પ્રયાસોને વધુ મજબૂત કરતાં અપોલો કેન્સર સેન્ટર્સ (એસીસી)એ આજે End-O Check રજૂ કર્યું છે. આ વ્યાપક પ્રારંભિક તપાસ પ્રોગ્રામ 45 વર્ષ અને તેનાથી વધુ ઉંમરની મહિલાઓ માટે છે. આ પહેલ બે સૌથી પ્રચલિત ગાયનેકોલોજી કેન્સર્સ (સ્ત્રી રોગ સંબંધિત કેન્સર) – એન્ડોમેટ્રિયલ અને ઓવેરિયન (અંડાશય)ના શરૂઆતી તબક્કા અને સારવાર યોગ્ય સ્થિતિમાં વ્યક્તિની તપાસ કરવા માટે ડિઝાઇન કરાઇ છે.

ઓવેરિયન કેન્સર “સાયલન્ટ કિલર” તરીકે પણ ઓળખાય છે, જે 55થી64 વર્ષની ઉંમરની મહિલાઓને અસર કરે છે અને તેના નિદાનની સરેરાશ ઉંમર 63 છે. જો તેની વહેલી ઓળખ થાય તો પાંચ વર્ષ જીવિત રહેવાનો દર 90 ટકા જેટલો વધી જાય છે.

ભારતમાં વર્ષ 2025 સુધીમાં કેન્સરના કુલ કેસ વધીને 1.57 મિલિયન થવાનો અંદાજ છે, જેમાં ઓવેરિયન અને ગર્ભાશય કેન્સર મહિલાઓને પ્રભાવિત કરતાં ટોચના પાંચ કેન્સરમાં સમાવિષ્ટ રહેશે. ઓવેરિયન કેન્સર માટે એજ-સ્ટાન્ડર્ડાઇઝ્ડ કેસોનો દર 4.6 પ્રતિ 1,00,000 તેમજ ગર્ભાશય કેન્સર્સ માટે 2.5 પ્રતિ 1,00,000 રહેવાનો અંદાજ છે. તેના મુખ્ય પરિબળોમાં પ્રજનન પેટર્નમાં બદલાવ, શહેરી જીવનશૈલી તથા મેટાબોલિક (ચયાપચય) સંબંધિત સ્થિતિઓમાં વધારો સામેલ છે, જે ઉચ્ચ જોખમ ધરાવતા સમૂહોમાં કેન્દ્રિત તપાસની તાત્કાલિક જરૂરિયાત દર્શાવે છે.

એન્ડોમેટ્રિયલ કેન્સરમાં ઘણીવાર અણધાર્યા રક્તસ્રાવ અથવા અસામાન્ય સ્રાવ જેવાં લક્ષણો જોવા મળે છે, પરંતુ ઘણી મહિલાઓ શરૂઆતી તબક્કાની ઓળખ કરી શકતી નથી, જેના પરિણામો નિદાનમાં વિલંબ થાય છે અને ખરાબ પરિણામો મળે છે.

End-O Check ઉચ્ચ-જોખમ ધરાવતા સમૂહોમાં વહેલા નિદાન, લક્ષણો વિશે જાગૃકતા અને સમયસર હસ્તક્ષેપ જેવાં પરિબળોને ધ્યાન કેન્દ્રિત કરતાં ડિઝાઇન કરાયું છે, જેથી મહિલાઓ તેમના સ્ત્રી રોગ સંબંધિત આરોગ્ય માટે સક્રિયપણે પગલાં ભરવા સશક્ત બને.

આ રજૂઆત વિશે અપોલો હોસ્પિટલ્સ એન્ટરપ્રાઇઝ લિમિટેડના ગ્રૂપ ઓન્કોલોજી એન્ડ ઇન્ટરનેશનલના પ્રેસિડેન્ટ ડો. દિનેશ માધવને કહ્યું હતું કે, “કેન્સર કેરમાં વ્યક્તિના જીવિત રહેવાના અને જીવનની ગુણવત્તામાં વહેલું નિદાન સૌથી મહત્વપૂર્ણ બાબત છે. End-O Check સારવારથી સ્ક્રિનિંગ અને વહેલા નિદાન ઉપર ધ્યાન આપવાની દિશામાં નોંધપાત્ર કદમ છે, જેનાથી કેન્સર મેનેજમેન્ટ ટીમ માટે સમયસર તપાસ અને ચોકસાઇયુક્ત સારવાર શક્ય બને છે.”

અપોલો હોસ્પિટલ્સ, અમદાવાદના સીઇઓ કમાન્ડર જેલ્સન કવલક્કટે કહ્યું હતું કે, “End-O Check દ્વારા અમે અમારા પ્રિવેન્ટિવ ઓન્કોલોજીના પ્રયાસોનું વિસ્તરણ કરી રહ્યાં છીએ. આ પ્રોગ્રામ જાગૃકતાના પ્રસાર, મહિલાઓને તેમના આરોગ્યને પ્રાથમિકતા આપવા પ્રોત્સાહિત કરવા તથા વિશ્વસનીય કેન્સર ડિટેક્શન ઉપકરણોની સમાન એક્સેસ સુનિશ્ચિત કરવા સંબંધિત છે. વહેલું નિદાન વ્યક્તિનું જીવન બચાવવાની સાથે-સાથે ઓછી ઇન્વેઝિવ અને વધુ કાર્યક્ષમ સારવારના વિકલ્પો પણ સક્ષમ કરે છે.”

અપોલો હોસ્પિટલ્સ, અમદાવાદના ઓબ્સ્ટેટ્રિક્સ એન્ડ ગાયનેકોલોજીના સિનિયર કન્સલ્ટન્ટ અને ડિપાર્ટમેન્ટ હેડ ડો. ઉષા બોહરાએ કહ્યું હતું કે, “45 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓમાં એન્ડોમેટ્રિયલ કેન્સરના કેસમાં વધારો થઇ રહ્યો છે ત્યારે સારા પરિણામો માટે વહેલું નિદાન ખૂબજ આવશ્યક છે. વૈશ્વિક ડેટા સૂચવે છે કે લોકલાઇઝ્ડ બિમારી માટે પાંચ વર્ષ જીવિત રહેવાનો દર લગભગ 96 ટકા છે.

જોકે, મોડા નિદાનથી વ્યક્તિના જીવિત રહેવાના દરમાં નોંધપાત્ર ઘટાડો થાય છે, જે સમયસર તપાસનું મહત્વ દર્શાવે છે. તેના મુખ્ય કારણોમાં મેદસ્વિતા, ડાયાબિટીસ, વહેલા માસિક સ્રાવ, મોડા મેનોપોઝ અને પોલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમ (પીસીઓએસ)નો સમાવેશ થાય છે, જે ભારતીય મહિલાઓમાં વધુ જોવા મળી રહ્યાં છે.”

અપોલો હોસ્પિટલ્સ, અમદાવાદ ખાતે સિનિયર કન્સલ્ટન્ટ રોબોટિક સર્જન (યુરોલોજી એન્ડ ગાયનેકોલોજી) અને ઓન્કો-સર્જન ડો. સ્વાતી શાહે કહ્યું હતું કે, “ગાયનેકોલોજી કેન્સરના વહેલા નિદાનમાં રેડિયોલોજી મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. End-O Check દ્વારા અમે ટ્રાન્સવજાઇનલ અલ્ટ્રાસોનોગ્રાફી (ટીવીએસ)ને ડાયગ્નોસ્ટિક ટુલ તરીકે સામેલ કરી રહ્યાં છીએ, જેથી પ્રારંભિક તબક્કાના ઓવેરિયન અથવા એન્ડોમેટ્રિયલ કેન્સરનો સંકેત આપી શકે તેવા સૂક્ષ્મ ફેરફારોને ઓળખવામાં મદદ કરે છે. શરૂઆતી તબક્કામાં ઇમેજિંગ દ્વારા ક્લિનિશિયનોને ઝડપથી નિર્ણય લેવામાં મદદ મળે છે અને પરિણામે દર્દીઓ માટે સારવાર વિકલ્પો અને પરિણામોમાં સુધારો થાય છે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.