Western Times News

Gujarati News

68 લાખનો દારૂ રાજસ્થાનથી ગુજરાતની સરહદ વટાવી, ચેકપોસ્ટો વટાવી છેક જામનગર પહોંચ્યો

પ્રતિકાત્મક

જામનગરના ધ્રોલમાંથી  આ દરોડામાં બે લિસ્ટેડ બુટલેગરોની અટકાયત થઈ છે, ત્યારે દારૂ મંગાવનાર સહિત અન્ય ૧૨ જેટલાં મુખ્ય આરોપીઓ ફરાર જાહેર

રાજસ્થાનથી લાવવામાં આવેલો આ દારૂનો જથ્થો ગુજરાતની સરહદ, ચેકપોસ્ટો અને રસ્તામાં કોઈ પણ પ્રકારના ચેકિંગ વિના છેક જામનગર જિલ્લા સુધી કેવી રીતે પહોંચ્યો?

શ્રાવણમાં દારૂની રેલમછેલ: ૬૮ લાખનો દારૂ ઝડપાયો, ૧૨ આરોપી ફરાર

જામનગર, જામનગરના ધ્રોલ તાલુકાના ધરમપુર ગામની સીમ વિસ્તારમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચે (ન્ઝ્રમ્) મોડી રાત્રે દરોડો પાડી રૂ.૬૮.૭૬ લાખનો માતબર ઇંÂગ્લશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. જેમાં ૪૬૬૮ બોટલ ઇંÂગ્લશ દારૂ અને ૨૭૬૦ બિયરના ટીન સહિત કુલ રૂ.૧.૨૯ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જોકે, આ દરોડામાં બે લિસ્ટેડ બુટલેગરોની અટકાયત થઈ છે, ત્યારે દારૂ મંગાવનાર સહિત અન્ય ૧૨ જેટલાં મુખ્ય આરોપીઓ ફરાર જાહેર થતાં પોલીસની કાર્યવાહી અને ગુજરાતમાં દારૂબંધીના અમલ પર અનેક સવાલો ઉભા થયા છે.

પોલીસ સૂત્રો પાસેથી મળેલી વિગતો મુજબ, ન્ઝ્રમ્ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર સહિતના પોલીસકર્મીઓ ધ્રોલ પંથકમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન તેમને ધરમપુર ગામની સીમમાં અજય ધીરૂભાઈ રાઠોડની વાડીમાં દારૂનું કટિંગ થઈ રહ્યું હોવાની ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડતા દારૂનો મોટો જથ્થો ઝડપાયો હતો.

વાડીમાંથી અલગ-અલગ બ્રાન્ડની ૮૦૦૦ થી વધુ દારૂ બોટલ અને બિયરના ટીન મળી આવ્યા હતા. પોલીસે ઘટના સ્થળેથી ચેતન હરજીભાઈ પરમાર અને સંજય કારાભાઈ આસુન્દ્રા નામના બે શખ્સોની ધરપકડ કરી હતી. તેમની પાસેથી સાત વાહનો અને ત્રણ મોબાઈલ ફોન સહિત કુલ રૂ.૧,૨૮,૯૧,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

આ દરોડામાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે, પરંતુ દારૂનો આ માતબર જથ્થો મંગાવનાર મુખ્ય સૂત્રધાર મહમદ ઇકબાલ ઉર્ફે ટકી, મોસીન મુસ્લિમ, આકાશ કોળી, વાડી માલિક અજય ધીરૂભાઈ રાઠોડ, અને દારૂનો જથ્થો લેનાર પુષ્પા (રહે. ભોયવાડો જામનગર), સન્ની લાખાભાઈ કોળી સહિત ૧૨ જેટલા શખ્સોને ફરાર જાહેર કરાયા છે.

પોલીસ તેમને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા હોવાનું જણાવી રહી છે.શ્રાવણ મહિનામાં ધ્રોલમાંથી આટલા મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપાતાં અનેક સવાલો ઉભા થયા છે. સૌથી મોટો સવાલ એ છે કે, રાજસ્થાનથી લાવવામાં આવેલો આ દારૂનો જથ્થો ગુજરાતની સરહદ, ચેકપોસ્ટો અને રસ્તામાં કોઈ પણ પ્રકારના ચેકિંગ વિના છેક જામનગર જિલ્લા સુધી કેવી રીતે પહોંચી શક્્યો?

ગુજરાતમાં દારૂબંધી અમલમાં હોવા છતાં, આવા મોટા જથ્થાનું બેરોકટોક પરિવહન સૂચવે છે કે કાં તો પોલીસની સતર્કતામાં કચાશ છે, ચેકિંગના નામે માત્ર દેખાડા થાય છે, અથવા તો માનીતા બુટલેગરોને છૂટો દોર મળી રહ્યો છે. આવા બનાવો પોલીસ અને બુટલેગરો વચ્ચેની મિલીભગત તરફ પણ આંગળી ચીંધે છે, જે રાજ્યમાં કડક દારૂબંધીના દાવાઓ પર પ્રશ્નાર્થ મૂકે છે. શું પોલીસ ખરેખર દારૂબંધીનો કડકાઈથી અમલ કરી રહી છે, કે પછી આ માત્ર કાગળ પરની દારૂબંધી છે?


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.