અંબાજીમાં આવેલી ગૌશાળાને ખાલી કરાવવાના મુદ્દે બંસી ગૌસેવાના યુવકો લડી લેવાના મૂડમાં

(પ્રતિનિધિ) અંબાજી, પવિત્ર યાત્રાધામ અંબાજીમાં ગૌશાળા ખાલી કરાવવાનો મુદ્દો ઓફ પી ટાઉન બન્યો છે. ગત ગ્રામ પંચાયતની ચૂંટણીમાં રાજકીય હિસાબ પતાવવા ગૌશાળાની નિમિત બનાવવાનું પડયંત્ર હોવાના ગંભીર આક્ષેપો યાત્રાધામ અંબાજીમાં છેલ્લા આઠ વર્ષથી અંબાજી ગામના યુવાનો દ્વારા ગામમાં રખડતી બીમાર એકસીડન્ટ થયેલ અથવા સારી રીતે કમજોરી ગાયો અને નાના નાના વાછરડાઓને તેઓ હેરાન ન થાય તથા ખાવાનું મળી રહે
અને તેઓને સમયસર દવા થાવ તે માટે ગામના યુવાનો ભરા બંસી ગૌસેવા નામે સંસ્થા ઊભી કરવામાં આવી તેથી અંભાજી ગામમાં ગાયોની સમસ્યાઓના મુદ્દે ગામ લોકો જયારે આ સંસ્થાના યુવાનોને ફોન કરતા આ સંસ્થાના યુવાનો તાત્કાલિક જે તે મોહલ્લામાં પહોંચી જતા અને ગાય માતાની નિસ્વાર્થ પણે સેવાચાકરી અને દવાઓ કરતા હતા
પરંતુ તેઓ પાસે ગાયોને રાખવા માટેની કોઈ જગ્યા ન હતી તે વખતે તેઓએ ગ્રામ પંચાયતના વહીવટદારને આ અંગે વિગતવાર વાત કરી તેથી વહીવટદારે માનવતા નિભાવતા આ સંસ્થાને ગ્રામ પંચાયતની માલિકીની આવેલ જૂની છાત્રાલય વાળી જગ્યા ઉપર કે જે રીંછડી રોડ ઉપર આવેલ છે તેને મૌખિક આદેશથી આ સંસ્થાને બે વર્ષ પહેલા આપવામાં આવી હતી તેથી આ સંસ્થાના યુવાનો બીમાર ગયો તથા ઍક્સિડન્ટ થયેલ ગાયો તથા અન્ય બીમારી વાળી ગાયોને આ જગ્યાએ રાખતા હતા અને ગાય માતાની સેવા કરતા હતા.
ગામ લોકો દ્વારા જે ફંડ ફાળો સ્વેચ્છાએ આપતા હતા તેમાંથી તેઓ તેઓનું નિભાવ કરતા હતા આ સંસ્થા દ્વારા ગૌ સેવા અંગે કોઈપણ જાતનો કાળો ઉઘરાવવામાં આવતો ન હતો. લોકોની સ્વૈચ્છિક દાનથી આ સંસ્થા ચાલતી હતી ત્યારે ગત ગ્રામ પંચાયતની ચૂંટણીમાં રાજકીય હિસાબ પતાવવાના હેતુથી આ બંસી ગૌસેવા સંસ્થાને તાત્કાલિક અસરથી ખાલી કરાવવા અંબાજી ગ્રામ પંચાયતના સત્તા વાળોએ હુકમ કરતા ભારે વિવાદ ઉભો થયો છે
અને આ અંગે આજે સોશિયલ મીડિયા ઉપર કોમેન્ટો નો મારો ચલાવવામાં આવ્યો હતો તથા પ્રજામાંથી ગ્રામ પંચાયતનાસત્તાવાળાઓની આવી જો હુકમી ના ઘેરા પ્રત્યાઘાતો પડવા પામ્યા હતા
અને પ્રજા માં સવાલો ઊઠવા પામ્યા હતા કે નિસ્વાર્થ સેવા કરતી આ સંસ્થા ની રાતોરાત ખાલી કરવાના આદેશો કેમ કરવામાં આવ્યા ગ્રામ પંચાયતના સત્તાવાળાઓ વરાજ ગૌશાળા ને બંધુ મુદે કરાવવાના અંબાજીખોરીવલી સર્કલ ઉપર ગ્રામજનોને યુવાનો મોટી સંખ્યામાં ભેગા થાય અને સભા યોજી આવતીકાલે ગ્રામ પંચાયતના સરપંચ અને પોલીસ સ્ટેશને આ મુદ્દે આવેદનપત્ર આપવાનું નક્કી કરવામાં આવ્યાં. જો યોગ્ય નિકાલ નહીં આવે તો પરમ દિવસે અંબાજી બંધનું એલાન.