Western Times News

Gujarati News

રશિયાના હુમલામાં કિવમાં ૧૧નાં મોત, ૧૨૪થી વધુ ઘાયલ

નવી દિલ્હી, રશિયાએ યુક્રેનની રાજધાની કિવ પર સંખ્યાબંધ મિસાઈલ્સ અને ડ્રોન્સથી મોડી રાત્રે કરેલાં હુમલામાં છ વર્ષના એક બાળક સહિત ઓછામાં ઓછાં ૧૧ જણાના મોત નિપજ્યાં હતાં. જ્યારે ૧૨૪થી વધુ લોકોને ઈજા થઈ હતી.

આ હુમલાં અંગે માહિતી આપતાં કિવ સિટીના મિલિટરી એડમિનિસ્ટ્રેશનના વડા તૈમુર કચેન્કોએ જણાવ્યું હતું કે, ઘાયલોમાં ૧૦ બાળકો અને પાંચ મહિનાની એક બાળકી પણ સામેલ છે. હુમલામાં નવ માળની એક રહેણાંક ઈમારત પણ નષ્ટ થઈ ગઈ હતી.

યુક્રેન એરફોર્સના જણાવ્યાં અનુસાર, રશિયાએ બુધવારે મોડી રાત્રે કિવ પર ૩૦૯થી વધુ ડ્રોન્સ અને આઠ જેટલાં ઈસ્કંદર કે-ક્‰ઝ મિસાઈલથી ભીષણ હુમલો કર્યાે હતો. યુક્રેનની એર ડિફેન્સ સિસ્ટમે ૨૮૮ જેટલાં ડ્રોન્સ અને ત્રણ મિસાઈલ્સને આંતરી તેને નષ્ટ કરી હતી. જોકે પાંચ મિસાઈલ્સ અને ૨૧ ડ્રોન્સ તેના ટાર્ગેટ પર ત્રાટકવામાં સફળ રહી હતી.

દરમિયાનમાં રશિયાના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે, રશિયન વાયુ સેનાએ રાત્રિ દરમિયાન યુક્રેનના ૩૨ ડ્રોનને નષ્ટ કર્યાં હતાં. યુક્રેને કરેલાં ડ્રોન હુમલામાં રશિયાના એક ઔદ્યોગિક વિસ્તારમાં આગ લાગી હતી. જોકે તેમાં કોઈ જાનહાનિના અહેવાલ મળ્યાં નથી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.