રેલ નેટવર્કમાં ૫૭૪ કિમીનો વધારો થશે, કેબિનેટે ૧૧,૧૬૯ કરોડ મંજૂર કર્યા

નવી દિલ્હી, વડાપ્રધાનના અધ્યક્ષપદે આર્થિક બાબતોની કેબિનેટ કમિટીની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રેલવે મંત્રાલય માટે રૂ.૧૧,૧૬૯ કરોડ મંજૂર કરવામાં આવ્યા હતા. ચાર મલ્ટિટ્રેકિંગ પ્રોજેક્ટ હેઠળ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર, ઓડિશા અને ઝારખંડના કુલ ૧૩ જિલ્લાને આવરી લેવાશે અને ભારતીય રેલવેના નેટવર્કમાં ૫૭૪ કિમીનો વધારો થશે.
છત્રપતિ સંભાજીનગર (ઔરંગાબાદ) અને પરભણી વચ્ચેની રેલવે લાઈન બમણી કરવા ઈટારસી અને નાગપુર વચ્ચે ચાર લાઈન નાખવા માટેનો આ પ્રોજેક્ટ છે.
કેબિનેટે નેશનલ કોઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પાેરેશનને ચાર વર્ષ માટે રૂ.૨,૦૦૦ કરોડની સહાયની મંજૂરી આપી હતી. આ ફંડ થકી સહકારી સંસ્થાઓને ધિરાણ આપવાની નેશનલ કોઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પાેરેશનની ક્ષમતામાં વધારો થશે.
વર્ષ ૨૦૨૫-૨૬થી વર્ષ ૨૦૨૮-૨૯ સુધી દર વર્ષે રૂ.૫૦૦ કરોડ ફાળવવામાં આવશે. પ્રધાનમંત્રી કિસાન સંપદા યોજનાને બજેટમાં રૂ.૧,૯૨૦ કરોડ ફાળવવામાં આવ્યા હતા. ફૂડ પ્રોસેસિંગ સેકટરને પ્રોત્સાહન માટે આ જોગવાઈને વધારી રૂ. ૬૫૨૦ કરોડ કરવાનો નિર્ણય કેબિનેટ બેઠકમાં લેવાયો છે. આ ભંડોળમાંથી ૫૦ મલ્ટિ-પ્રોડક્ટ ફૂડ ઈરરેડિએશન યુનિટ અને ૧૦૦ ફૂડ ટેસ્ટિંગ લેબની સ્થાપના કરાશે.SS1MS