ટ્રમ્પના ટેરિફની ‘ઈફેક્ટ’, ભારતીય કંપનીઓએ રશિયાથી ઓઈલ આયાત અટકાવી: રિપોર્ટ

નવી દિલ્હી, ટેરિફ અંગે અમેરિકાના દબાણ વચ્ચે ભારત સરકારની ઘણી ઓઈલ રિફાઇનરીઓએ રશિયા પાસેથી ક્‰ડ ઓઇલ ખરીદવાનું કામચલાઉ ધોરણે બંધ કરી દીધું છે. તેમાં ઇન્ડિયન ઓઇલ કોર્પાેરેશન, હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પાેરેશન, ભારત પેટ્રોલિયમ કોર્પાેરેશન અને મેંગલોર રિફાઇનરી પેટ્રોકેમિકલ જેવી તેલ રિફાઇનરીઓનો સમાવેશ થાય છે.
તેમણે હાલ માટે રશિયાથી ક્‰ડ ઓઇલ આયાત કરવા પર હાલ પૂરતી રોક લગાવી છે. તેના બદલે, આ કંપનીઓ ઓઈલ ખરીદવા માટે મધ્ય પૂર્વ અને આળિકા તરફ વળી છે.અહેવાલમાં સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે આ ભારતીય સરકારી કંપનીઓએ ગયા અઠવાડિયાથી ક્‰ડ ઓઇલ આયાત કર્યું નથી.
જોકે અત્યાર સુધી આ કંપનીઓ અને સરકાર તરફથી આ અંગે કોઈ પ્રતિક્રિયા આવી નથી.જોકે, રિલાયન્સ અને નાયરા જેવી ભારતની ખાનગી તેલ રિફાઇનરીઓ હજુ પણ વાર્ષિક સોદા હેઠળ રશિયન તેલ આયાત કરી રહી છે.
૨૦૨૨ થી ભારત જે સસ્તા દરે રશિયા પાસેથી તેલ ખરીદી રહ્યું હતું તેમાં ઘટાડો થઇ ગયો છે. ટ્રમ્પે રશિયા પાસેથી ક્‰ડ તેલ ખરીદવા બદલ ભારત પર ૧૦૦ ટકા ટેરિફ લાદવાની ધમકી આપી હતી. ટ્રમ્પે ૯૦ થી વધુ દેશો પર પારસ્પરિક ટેરિફ લાદવાની જાહેરાત કરી છે.
૧ ઓગસ્ટથી ભારત પર ૨૫ ટકા ટેરિફ લાદવામાં આવ્યો છે. ટ્રમ્પ રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ ભારત પર વધારાના દંડ પણ લાદી શકે છે.SS1MS