અનુરાગની ‘નિશાનચી’માં ઐશ્વરી ઠાકરેનો ડબલ રોલ

મુંબઈ, ઐશ્વરી ઠાકરે અનુરાગ કશ્યપની ફિલ્મથી ડેબ્યુ કરી રહી છે, તેની ફિલ્મ ‘નિશાનચી’નું પહેલું પોસ્ટર એમેઝોન એમજીએમ સ્ટુડિયો દ્વારા લોંચ કરવામાં આવ્યું છે. આ એક ક્લેન્ટિન ટેરેન્ટિનો થીમ પર આધારીત ગેંગ્સ્ટર ડ્રામા ફિલ્મ છે.
જેમાં ૮૦ના દાયકાના બોલિવૂડની એક્શન થ્રિલરનું મિશ્રણ જોવા મળશે.અનુરાગ કશ્યપે જુન ૨૦૨૫માં આ ફિલ્મની જાહેરાત કરી હતી. આ ફિલ્મનું પોસ્ટર લોંચ કરવામાં આવ્યું, જે ક્વર્કી, કલરફૂલ અને રો છે, જેમાં જમીનથી જોડાયેલી વાર્તા છે, જે ‘ગેંગ્ઝ ઓફ વાસેપુર’, ‘ગુલાલ’, ‘મુક્કેબાઝ’ જેવી ફિલ્મમાં પણ જોવા મળ્યું નહોતું. તેમને મેઇનસ્ટ્રીમ ફિલ્મની અસર સાથે વાસ્તવિક દુનિયા પણ જોવા મળશે.
જેમાં ઉગ્ર ગુના અને ડ્રામા જોવા મળશે. આ ફિલ્મમાં બે એક સરખા દેખાતા ભાઈની વાત છે, જે સ્વભાવથી અને કામથી એકબીજાથી બિલકુલ અલગ છે, તેમના નિર્ણયોને કારણે તેઓ પોતાનું નસીબ ઘડે છે.આ ફિલ્મ ‘નિશાનચી’માં ડેબ્યુ એક્ટ્રેસ ઐશ્વરીની ડબલ રોલની એક અસરકાર વાર્તા છે, જે જોડિયા ભાઇઓને કારણે ઐશ્વરી પણ મુશ્કેલીમાં ફસાય છે.
ફિલ્મનું પોસ્ટર આ ફિલ્મના ડ્રામા, પ્રેમ, અનેક સ્તરો, ક્રાઇમ અને એક બોલિવૂડ મસાલા મુવીની ઝલક આપે છે. આ ફિલ્મમાં વેદિકા પિન્ટો, મોનિકા પવાર, મહોમ્મદ ઝિશાન અયુબ, કુમુદ મિશ્રા સહિતના કલાકારો મહત્વના રોલમાં છે.
આ ફિલ્મ અંગે અનુરાગ કશ્યપે કહ્યું, “અમે નિશાનચી ૨૦૧૬માં લખી હતી. ત્યારથી અમે આ ફિલ્મ જેવી બનવી જોઈએ એવી જ રીતે બનાવવા પ્રયત્ન કરતા હતા. આ ઉપરાંત અમે એવા કોઈ સ્ટુડિયોની શોધમાં પણ હતા, જેને અમારા પર વિશ્વાસ હોય અને દિલથી અમારી ફિલ્મ પર વિશ્વાસ મુકે.
એમેઝોન એમજીએમને આ ફિલ્મ બહુ ગમી અને તેમણે વિશ્વાસ પણ મુક્યો અને અમારું પીઠબળ બન્યા. અમારી બધી ફિલ્મમાં હંમેશા આવું જ બન્યું છે કે લોકોને ગમે અને પછી તેને ગ્રેટ પ્રોડ્યુસર અને સ્ટુડિયો મળી ગયા છે. નિશાનચી માનવ લાગણીઓથી, પ્રેમ, મોહ, સત્તા, ગુના અને સજા અને દગાથી ભરપૂર ફિલ્મ છે.”SS1MS