સની દેઓલ ફરહાન અખ્તર સાથે એક મોટી એક્શન થ્રિલર ફિલ્મ કરશે

મુંબઈ, સની દેઓલની નવી ઇનિંગ શરૂ થઈ છે અને એક પછી એક સફળ ફિલ્મ આવી રહી છે. તેણે ‘ગદ્દર ૨’ સાથે આ ઇનિંગની શરૂઆત કરી છે. તેના પછી તેની ‘જાટ’ આવી, હાલ સની ‘બોર્ડર ૨’ના શૂટિંગમાં વ્યસ્ત છે. તેના પછી તે ‘લાહોર ૧૯૪૭’માં રામ કરશે, તેનું ‘રામાયણ’નું શૂટિંગ પણ સાથે સાથે ચાલે છે, જેમાં તે હનુમાનજીનો રોલ કરશે.
સનીનું ૨૦૨૫નું વર્ષ તો ઘણું વ્યસ્ત રહ્યું છે. હવે નવા અહેવાલ છે, કે સની દેઓલ ફરહાન અખ્તરના એક્સેલ એન્ટરટેઇન્મેન્ટ સાથે એક મોટા બજેટની એક્શન થ્રિલર ફિલ્મ કરે છે.
આ અંગે સુત્રના જણાવ્યા અનુસાર, “હજુ આ ફિલ્મનું નામ નક્કી થયું નથી, પરંતુ એક્સેલ અને સની દેઓલ પહેલી વખત સાથે કામ કરી રહ્યા છે.
હાલ તો તેમની વચ્ચે ચર્ચા અને વાટાઘાટો ચાલી રહી છે, તેઓ આ ફિલ્મમાં સાથે કામ કરવા માટે ઉત્સુક પણ છે. સનીને આ ફિલ્મની સ્ક્રિપ્ટ પણ ગમે છે અને એ પણ ફરહાન અને રિતેશ સિદ્ધવાની સાથે કામ કરવા ઉત્સાહીત છે.”
સુત્રએ આગળ એમ પણ કહ્યું કે આ ફિલ્મથી બાલાજી ડિરેક્શન ક્ષેત્રે ડેબ્યુ કરશે, જેઓ કેટલીક તમિલ ફિલ્મમાં આસિસ્ટન્ટ અને એસોસિએટ ડિરેક્ટર તરીકે કામ કરી ચુક્યા છે. એવા પણ અહેવાલો છે કે આ ફિલ્મનું શૂટિંગ ડિસેમ્બરમાં શરૂ થઈ જશે અને ફિલ્મની ટીમ હમણા ફિલ્મના વિવિધ પાસાને ડિઝાઇન કરવામાં વ્યસ્ત છે.
આ અંગે સુત્રએ જણાવ્યું, “આ એક લાર્જર ધેન લાઇફ ફિલ્મ છે, જેમાં સની દેઓલ દર્શકોના મનપસંદ એક્શન અવતારમાં જોવા મળશે. એક્સેલના પણ એવા પ્રયત્ન છે કે આ ફિલ્મ એવી બને કે સની માટે પણ ખાસ બની જાય અને સિનેમામાં જઇને ફિલ્મ જોતાં દર્સાે માટે પણ તે એક ખાસ અનુભવ બની જાય. આ ફિલ્મમાં ઇન્ટેન્સ અને હાઇ ઓક્ટેન ડ્રામા જોવા મળશે.”
આ વર્ષ એક્સેલ એન્ટરટેઇન્મેન્ટ માટે પણ મહત્વનું છે, કારણ કે તેઓ આ વર્ષે ‘૧૨૦ બહાદુર’થી લઈને ‘મિર્ઝાપુર’ સહિતની ફિલ્મ લઇને આવી રહ્યા છે અને આવતા વર્ષની શરૂઆતમાં ‘ડોન ૩’ પણ આવી રહી છે.SS1MS