Western Times News

Gujarati News

તૃપ્તિ-સિદ્ધાંતની ‘ધડક ૨’ની શરૂઆતમાં ઓછા સ્ક્રિન રહેશે

મુંબઈ, સિદ્ધાંત ચતુર્વેદી અને તૃપ્તિ ડિમરીની ફિલ્મ ‘ધડક ૨’ આજે રિલીઝ થઈ રહી છે, આ રોમેન્ટિક ડ્રામા ફિલ્મ ૨૦૧૮માં આવેલી જ્હાન્વી કપૂર અને ઇશાન ખટ્ટરની ‘ધડક’ની સિક્વલ છે. તેમણે બંનેએ આ ફિલ્મથી ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મની રિલીઝ પહેલાં મેકર્સે ફિલ્મની રિલીઝને નિયંત્રિત રાખવાનો નિર્ણય લીધો છે, જેનું મુખ્ય ફોકસ મલ્ટિપ્લેક્સ છે.

ધર્મા પ્રોડક્શનની આ ફિલ્મ નિયંત્રિત સ્ક્રિન પર રીલીઝ કરવામાં આવશે. શરૂઆતમાં આ ફિલ્મના મેકર્સનું આયોજન ૧૦૦૦થી ૧૨૦૦૦ સ્ક્રિનમાં રિલીઝ કરી દેવાનું હતું. ફિલ્મ શહેરી થિએટરમાં જ અને મુખ્યત્વે મલ્ટિપ્લેક્સ ચેઇન્સમાં જ રિલીઝ કરવાનો ઇરાદો હતો. તેમનો વિચાર પહેલાં વીકેન્ડમાં ધીરે ધીરે સ્ક્રિન વધારવાનો હતો, જે વિવિધ શહેરોમાં દર્શકોની ડિમાન્ડ પર આધારિત હશે.

એક તરફ ‘સન ઓફ સરદાર ૨’ પણ રિલીઝ થઈ રહી છે. બીજી તરફ ‘સૈયારા’ અને ‘મહાવતાર નરસિમ્હા’ પણ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. ત્યારે ધર્મા પ્રોડક્શન્સની ટીમને પુરતો વિશ્વાસ છે કે સિદ્ધાંત અને તૃપ્તિની આ ફિલ્મને લોકો તરફથી સારો પ્રતિસાદ મળશે. તેથી તેઓ પહેલાં દિવસે થોડું નિયંત્રણ રાખવા માગે છે.

જો બધું જ તેમના આયોજન મુજબ ચાલ્યું તો તેઓ શનિવારે અને રવિવારે શોની સંખ્યા વધારશે. હવે એ જોવાનું રહેશે કે પહેલા દિવસે આ ફિલ્મ કેવું પ્રદર્શન કરે છે. કેટલાક ટ્રેડ એક્સપર્ટ દ્વારા એવી પણ આશા રાખવામાં આવી છે કે ફિલ્મ પહેલા દિવસે ૩.૭૫ કરોડથી ૪.૨૫ કરોડની કમાણી તો કરી લેશે.

આ ફિલ્મનું એડવાન્સ બૂકિંગ તો શરૂ પણ થઈ ગયું છે. શાઝિયા ઇકબાલે ડિરેક્ટ કરેલી આ ફિલ્મમાં પણ નીચેની જાતિના કાયદાનો અભ્યાસ કરતા યુવાન અને તેના ક્લાસમાં ભણતી ઉચ્ચ જાતિની છોકરીની લવ સ્ટોરી છે. ‘સન ઓફ સરદાર ૨’ સાથે બોક્સ ઓફિસ પર ટકરાશે. તેના માટે તો મેકર્સે અજય દેવગનની આ ફિલ્મની રિલીઝ પહેલાં ખાસ ઓફર પણ આપી છે.

જેમાં દર્શકોને ૨૦૦ રૂપિયા સુધી ૫૦ ટકા ડિસ્કાઉન્ટ મળશે. બીજી તરફ પોતાની ફિલ્મ ‘સન ઓફ સરદાર ૨’ની ‘ધડક ૨’ સાથે ટક્કર હોવા છતાં અજયની આ ફિલ્મની લીડ એક્ટ્રેસ મૃણાલ ઠાકુરે તૃપ્તિની ફિલ્મના વખાણ કર્યા છે. મૃણાલે આ બંને ફિલ્મની ટક્કર અંગે મૃણાલે પોતાની ઉત્સુકતા વ્યક્ત કરી છે. તેણે ‘ધડક ૨’ની રિલીઝ માટે શુભેચ્છાઓ પણ આપી છે. બંને ફિલ્મ ૧ ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે.

મૃણાલની પોસ્ટ પર તૃપ્તિએ જવાબ પણ આપ્યો છે કે, તેને આશા છે કે બંને ફિલ્મને ‘તેઓ જેને લાયક છે, જનતાનો એટલો પ્રેમ મળી રહે.’મંગળવારે મૃણાલે ઇન્સ્ટાગ્રામ પર એર પોસ્ટ કરી હતી. તેણે લખ્યું, “આ રિલીઝ વીક છે અને ખરી ઉત્સુકતા છે.

સન ઓફ સરદાર ૨ અને ધડક ૨ની ટીમ માટે આ અદ્દભુત ક્ષણ છે. સિદ્ધાંત ચતુર્વેદી અને તૃપ્તિ તેમજ ધડક ૨ની ટીમને અનેક અભિનંદન અને ખુબ શુભેચ્છાઓ. હવે બંને સુંદર ફિલ્મ રિલીઝ થઈ રહી છે અને બંનેને ખુબ પ્રેમ મળવાનો છે.”આ પોસ્ટને તૃપ્તિ ડિમરીએ રીપોસ્ટ કરી હતી અને કહ્યું, “તમને અને ટીમને રિલીઝ માટે ખુબ શુભેચ્છા. આપણી બંનેની ફિલ્મને તે લાયક હોય એટલો પ્રેમ મળી રહે એવી શુભેચ્છા.”SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.