Western Times News

Gujarati News

મહાવતાર નરસિમ્હા બોક્સ ઓફિસ પર છવાઈ ગઈ

મુંબઈ, ઘણા લાંબા સમય પછી એવું બન્યું છે કે, કોઈ એનિમેશન ફિલ્મ મેઇન સ્ટ્રીમ ફિલ્મોને બોક્સ ઓફિસ પર હંફાવી રહી હોય. મૂળ કન્નડા એનિમેશન ફિલ્મ ‘મહાવતાર નરસિમ્હા’ હિન્દી બોક્સ ઓફિસ પર પણ ઘણી સારી ચાલી રહી છે.

છેલ્લા પાંચ દિવસમાં હોમ્બેલ ફિલ્મ્સની આ ફિલ્મે કુલ ૧૭.૧૫ કરોડની કમાણી કરી છે. આ ફિલ્મે શુક્રવારે પહેલાં જ દિવસે ૧.૨૫ કરોડથી શરૂઆત કરી હતી.

સામાન્ય રીતે પછી ફિલ્મની આવક ધીરે ધીરે ઘટતી હોય છે, પરંતુ આ ફિલ્મની કમાણી પછીના દિવસોમાં રોજ વધતી રહી છે. આ માઇથોલોજિકલ ફિલ્મે શનિવારે ૩ કરોડ અને રવિવારે ૫.૫૦ કરોડની કમાણી કરી છે.

રસપ્રદ વાત એ છે કે પહેલું વીકેન્ડ સારું ગયાં પછી બીજા અઠવાડિયે પણ આ ફિલ્મ સ્થિર ગતિએ આગળ વધી રહી છે, સોમવાર તો શનિવાર કરતાં પણ સારો રહ્યો અને ફિલ્મે ૩.૨૦ કરોડની કમાણી કરી હતી.

આ ફિલ્મ જોઈ ચુકેલા દર્શકોએ એટલાં વખાણ કર્યાં કે તે સાંભળીને લોકો ફિલ્મ જોવા જઈ રહ્યાં છે. સાથે જ કેટલાંક લોકો ધાર્મિક કારણોસર પણ પોતાના બાળકોને લઇને ફિલ્મ જોવા પહોંચી રહ્યા છે. મંગળવારે વર્ડ ઓફ માઉથ અને ડિસ્કાઉન્ટની સ્કીમને કારણે ફિલ્મને ઘણો ફાયદો થયો છે.

મંગળવારે પણ તેની આવકમાં ૩૦ ટકા વધારો થયો હતો અને ફિલ્મને ૪.૨૦ કરોડની આવક થઈ હતી. આ ફિલ્મ અત્યાર સુધી ૧૭.૧૫ કરોડની કમાણી કરી ચુકી છે, પહેલા અઠવાડિયાના અંતે આ ફિલ્મ લગભગ ૨૨ કરોડનો લક્ષ્ય પાર કરી લેશે, એવો અંદાજ છે.

બીજા અઠવાડિયે પણ આ ફિલ્મ સારી ચાલી રહી છે. તેના માટે ચોક્કસ માર્કેટિંગ, મજબુત કન્ટેન્ટ અને ટિકિટની નિયંત્રિત કિંમતને કારણે આ ફિલ્મ સારી ચાલી હોય એવો અંદાજ છે.

૨૦૦૫માં આવેલી ‘હનુમાન’ પછી આ પહેલી સફળ ફિલ્મ છે. આ ફિલ્મને તો હનુમાનથી પણ વધુ સારો પ્રતિસાદ મળ્યો છે. હોમ્બેલ ફિલ્મ્સ મહાવતાર વર્લ્ડનું યુનિવર્સ તૈયાર કરવા માગે છે, તેના બીજા અને ત્રીજા ભાગ પણ આવશે, જે ૨૦૨૭ અને ૨૦૨૮માં રિલીઝ થાય એવી શક્યતા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.