અભિનેત્રીએ બે-બે આધારકાર્ડ બનાવ્યા -બાંગ્લાદેશી મોડલની ધરપકડ

પોલીસ તપાસ કરી રહી છે કે, આખરે દસ્તાવેજ કેવી રીતે બનાવવામાં આવ્યા અને તેને બનાવવા માટે કયા કાગળની જરૂર પડી હતી
કોલકાતા, કોલકાતાના જાદવપુરથી એક ૨૮ વર્ષની બાંગ્લાદેશી એક્ટ્રેસની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, એક્ટ્રેસનું નામ શાંતા પાલ છે અને તે અનેક વર્ષોથી પોતાની ઓળખ સંતાડીને ભારતમાં રહેતી હતી. તેની પાસે નકલી આધાર કાર્ડ અને મતદાર કાર્ડ પણ હતું. આ એક્ટ્રેસ બાંગ્લાદેશની અનેક માડલિંગ સ્પર્ધા જીતી ચુકી છે. ૨૦૨૩થી તે જાધવપુરના વિજયગઢમાં એક ભાડાના મકાનમાં રહેતી હતી.
Bangladeshi model Shanta Pal arrested in Kolkata with fake Indian documents. She identified as a resident of Barisal, Bangladesh. She was found with multiple fake Indian documents, including two Aadhaar cards, an Indian voter/EPIC card, and a ration card.
શાંતા પાલના મકાનમાં તપાસ દરમિયાન અનેક બાંગ્લાદેશી દસ્તાવેજો મળી આવ્યા છે. જેમાં બાંગ્લાદેશી સેકન્ડરી એગ્ઝામિનેશનનું એડમિટ કાર્ડ, બાંગ્લાદેશ એરલાઇનની આઈડીનો સમાવેશ થાય છે. આ સિવાય એક્ટ્રેસ પાસેથી બે આધાર કાર્ડ મળી આવ્યા છે. જેમાંથી એકમાં કોલકાતા તો બીજામાં બર્ધમાનનું સરનામું લખેલું છે. પોલીસનું કહેવું છે કે, બર્ધમાનવાળું આધાર કાર્ડ ૨૦૨૦માં બનાવવામાં આવ્યું હતું.
હાલમાં જ પાલે થાકુરપુકુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેણે અલગ સરનામું નોંધાવ્યું હતું. શાંતા પાલ અવારનવાર પોતાનું સરનામું બદલતી રહેતી હતી. વળી, શાંતાનો એપ બેઝ્ડ કેપ બિઝનેસ પણ હતો. જેના કારણે તેની શંકાસ્પદ ગતિવિધિઓ ધ્યાને આવી. પોલીસે જણાવ્યું કે, શાંતા પાલે ભારતીય આઇડી કાર્ડને લઈને કોઈ સંતોષકારક જવાબ નથી આવ્યો.
એવી આશંકા છે કે, તેની પાછળ એક મોટું રેકેટ હોય શકે છે. પોલીસ તપાસ કરી રહી છે કે, આખરે દસ્તાવેજ કેવી રીતે બનાવવામાં આવ્યા અને તેને બનાવવા માટે કયા કાગળની જરૂર પડી હતી.
લાલબજાર પોલીસના આધારે, વોટર આઇડી અને રાશન કાર્ડની તપાસ કરવા માટે UIDAI, ચૂંટણી પંચ અને રાજ્યના ખાદ્ય વિભાગનો પણ સંપર્ક કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, શાંતા પાલ બાંગ્લાદેશના બારીસાલની રહેવાસી છે.
વળી, પાલનો પતિ આંધ્ર પ્રદેશનો રહેવાસી છે. તે પણ પાલની સાથે સાઉથ કોલકાતાના ફ્લેટમાં રહેતો હતો. પોલીસ હાલ તેની પૂછપરછ કરી રહી છે. વર્ષ ૨૦૧૯માં પાલે કેરલમાં યોજાતા મિસ એશિયા ગ્લોબલ કોમ્પિટિશનમાં પણ ભાગ લીધો હતો. તેણે બંગાળી અને તેલુગુ ફિલ્મમાં પણ કર્યું છે.