Western Times News

Gujarati News

શાર્દુલ ઠાકુર કેપ્ટન, અજિંક્ય રહાણે અને પુજારાને ન મળ્યું સ્થાન

BCCIએ દુલીપ ટ્રોફીનો કાર્યક્રમ જાહેર કર્યો -શ્રેયસ અને જયસ્વાલ શાર્દુલની કેપ્ટનશીપમાં રમશે

નવી દિલ્હી, BCCIએ દુલીપ ટ્રોફીનો કાર્યક્રમ જાહેર કર્યો છે. આ પછી ટીમોના કેપ્ટનના નામની જાહેરાત પણ શરૂ થઈ ગઈ છે. આ વખતે પણ જૂના ફોર્મેટની જેમ ચાર ઝોનની ટીમો તેમાં ભાગ લેશે. હવે નવીનતમ ઘટનાક્રમ મુજબ, પશ્ચિમ ઝોનની ટીમની જાહેરાત કરવામાં આવી છે.

શાર્દુલ ઠાકુરને ટીમનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો છે, જ્યારે અજિંક્્ય રહાણે અને ચેતેશ્વર પૂજારાને ટીમમાં સ્થાન મળ્યું નથી. આના મોટા સંકેતો છે, જે સમજવા જોઈએ.

દુલીપ ટ્રોફી માટે પશ્ચિમ ઝોનની ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ વખતે ટીમની કમાન શાર્દુલ ઠાકુરને સોંપવામાં આવી છે. શ્રેયસ ઐયર અને યશસ્વી જયસ્વાલ શાર્દુલ ઠાકુરની કેપ્ટનશીપમાં રમતા જોવા મળશે.

આ ઉપરાંત, સરફરાઝ ખાન, રૂતુરાજ ગાયકવાડ અને તુષાર દેશપાંડેને પણ ટીમમાં રાખવામાં આવ્યા છે. ખાસ વાત એ છે કે આ ટીમ માટે સતત રમી રહેલા અજિંક્ય રહાણે અને ચેતેશ્વર પૂજારા આ વખતે ટીમમાં જોવા નથી મળી રહ્યા.

આનાથી ખબર પડે છે કે દુલીપ ટ્રોફીના દરવાજા હવે તેમના માટે બંધ થઈ ગયા છે. જો આવનારા સમયમાં આ બંનેનો સમાવેશ થાય છે તો વાત અલગ છે. આ વખતે દુલીપ ટ્રોફીમાં પહેલી મેચ ૨૮ ઓગસ્ટથી શરૂ થવા જઈ રહી છે. આમાં નોર્થ ઝોન અને ઈસ્ટ ઝોન વચ્ચે મેચ રમાશે. પહેલા દિવસે બે મેચ રમાશે. આ ટુર્નામેન્ટનો ફાઇનલ મેચ ૧૧ સપ્ટેમ્બરે રમાશે. આ દરમિયાન, બધી ટીમો એકબીજા સાથે ટકરાતી જોવા મળશે. આ વખતે પણ આ ટુર્નામેન્ટ ટેસ્ટ ફોર્મેટ પર રમાશે.

અગાઉ સાઉથ ઝોનની ટીમની જાહેરાત કરવામાં આવી છે. તેની કેપ્ટનશીપ તિલક વર્માને સોંપવામાં આવી છે. આ ટીમમાં ઘણા મોટા ખેલાડીઓ પણ છે, જેઓ થોડા દિવસો પહેલા સુધી IPL રમી રહ્યા હતા અને આગામી સમયમાં ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી માટે પોતાનો દાવો રજૂ કરી રહ્યા છે. સારૂ પ્રદર્શન કરનાર ખેલાડીઓને ભારત તરફથી રમવાની ટિકિટ મળવાની તક મળશે.

સાઉથ ઝોનની ટીમઃ તિલક વર્મા (કેપ્ટન), મોહમ્મદ અઝહરુદ્દીન (વાઈસ-કેપ્ટન, વિકેટકીપર), તન્મય અગ્રવાલ, દેવદત્ત પડિકલ, મોહિત કાલે, સલમાન નિઝાર, એન જગદીસન (વિકેટકીપર), ટી વિજય, આર સાઈ કિશોર, તનય ત્યાગરાજન, વિશાક વિજયકુમાર, એમ ડી નિધિશ, રિકી ભુઈ, બાસિલ એનપી. ગુરજાપનીત સિંહ, સ્નેહલ કૌથંકર.

વેસ્ટ ઝોન ટીમઃ શાર્દુલ ઠાકુર (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શ્રેયસ અય્યર, સરફરાઝ ખાન, રૂતુરાજ ગાયકવાડ, તુષાર દેશપાંડે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.