વહેલી સવારે દુકાન ખોલતાની સાથે થયો અચાનક બ્લાસ્ટ

પ્રતિકાત્મક
બારડોલીમાં વાસણની દુકાનમાં બ્લાસ્ટ થયો -દુકાનનો સમાન રોડ પર વેરવિખેર હાલતમાં જોવા મળ્યો છે અને બારડોલી ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરી રહી છે
સુરત, સુરતના બારડોલીમાં વાસણની દુકાનમાં બ્લાસ્ટ થયો છે અને બ્લાસ્ટ થતા દુકાનમાં રહેલો સામાન વેરવિખેર થયો છે સાથે સાથે દુકાન ખોલી રહેલ વ્યકિત ઈજાગ્રસ્ત થતા તેને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે, આ બ્લાસ્ટ કઈ રીતે થયો તેનું કારણ અકબંધ છે, તો પોલીસે અને ફાયરવિભાગે ઘટના સ્થળે પહોંચીને પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો અને તપાસ શરૂ કરી છે.
સુરતના બારડોલીના શાક માર્કેટમાં આવેલી દુકાનમાં બ્લાસ્ટ થતા દોડધામ મચી છે, વહેલી સવારે આ બ્લાસ્ટ થયો હોવાની વાત સામે આવી છે, વહેલી સવારે દુકાન ખોલતાની સાથે જ બ્લાસ્ટ થયો અને બ્લાસ્ટ થતાની સાથે જ દુકાનનો સ્લેબ ધરાશાયી થતા એક વ્યકિત ઈજાગ્રસ્ત થતા તેને સારવાર હેઠળ ખસેડાયો છે, દુકાનનો સમાન રોડ પર વેરવિખેર હાલતમાં જોવા મળ્યો છે અને બારડોલી ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરી રહી છે.
સુરતના બારડોલીમાં વહેલી સવારે વેપારી દુકાન ખોલે છે અને દુકાન ખોલતાની સાથે જ અચાનક બ્લાસ્ટ થતા લોકોના ટોળા દોડી આવે છે, બ્લાસ્ટ થવાનું પાછળ કારણ હજી સામે આવ્યું નથી, ત્યારે જોવાનું એ રહ્યું કે આ બ્લાસ્ટ કઈ રીતે થયો, તો ફાયર વિભાગે પણ તપાસ શરૂ કરી છે, પોલીસે હાલમાં જાણવાજોગ લીધી છે અને હ્લજીન્ની ટીમ પણ ઘટના સ્થળે છે, કજઙ્મનો રીપોર્ટ આવશે ત્યારબાદ સાચુ કારણ સામે આવશે કે બ્લાસ્ટ કેમ થયો હતો.