અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારીએ ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ ઉપર વિગતવાર ચર્ચા કરી માર્ગદર્શન પૂરું પાડ્યું

અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિદેહ ખરે ‘નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ‘ અંતર્ગત યોજાયેલી તાલીમમાં ઉપસ્થિત રહ્યા
અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિદેહ ખરે પ્રાકૃતિક કૃષિના ‘નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ’ અંતર્ગત ખેડૂત તાલીમ કેન્દ્ર, સાબરમતી ખાતે નોન મિશનના સી.આર.પી. અને કૃષિ સખી તાલીમમાં ઉપસ્થિત રહ્યા હતા.
જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ તાલીમમાં ઉપસ્થિત રહી ખેડૂતો અને મિશન સ્ટાફની સાથે પ્રાકૃતિક કૃષિ ઉપર વિગતવાર ચર્ચા કરવા ઉપરાંત સી. આર.પી. અને કૃષિ સખીને પ્રાકૃતિક કૃષિ વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
તદુપરાંત, જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ આત્માના સ્ટાફ સાથે બેઠક યોજી હતી જેમાં આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી સહિત અમદાવાદ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, નાયબ બગાયત નિયામકશ્રી અને અન્ય અધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતા.